તાજેતરમાં જેન-ઝી દ્વારા વ્યાપક આંદોલન કરવામાં આવ્યું હતું, જેને પગલે વધુ ને વધુ યુવાનો રાજકારણમાં રસ લઈને મતદાન કરી શકે એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સુશીલા કાર્કી (તસવીર સૌજન્ય મિડ-ડે)
નેપાલનાં વચગાળાનાં વડાં પ્રધાન સુશીલા કાર્કીએ ગુરુવારે એવી જાહેરાત કરી હતી કે મતદાન માટેની વયમર્યાદામાં બે વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે મતદાન કરવા માટે ઓછામાં ઓછી ઉંમર ૧૮ને બદલે ૧૬ વર્ષ કરવામાં આવી હોવાથી રાજકારણમાં યુવાનોની ભાગીદારી વધશે. તાજેતરમાં જેન-ઝી દ્વારા વ્યાપક આંદોલન કરવામાં આવ્યું હતું, જેને પગલે વધુ ને વધુ યુવાનો રાજકારણમાં રસ લઈને મતદાન કરી શકે એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. વડાં પ્રધાન બન્યા પછી પહેલી વાર ટીવીના માધ્યમથી દેશને સંબોધન કરતી વખતે સુશીલા કાર્કીએ આ જાહેરાત કરી હતી.

