Neela Film Productions Donates Ambulance to Film City: ફિલ્મ સિટી ખાતે આરોગ્ય અને સલામતીના માળખાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પહેલ રૂપે નીલા ફિલ્મ પ્રોડક્શન્સે ફિલ્મ સિટીને એમ્બ્યુલન્સ ભેટ આપી છે.
સ્વાતિ મ્હાસે પાટીલ, આશિષ શેલાર, અસિત કુમાર મોદી અને પ્રશાંત જે. સજનીકર
ફિલ્મ સિટી ખાતે આરોગ્ય અને સલામતીના માળખાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પહેલ રૂપે નીલા ફિલ્મ પ્રોડક્શન્સે ફિલ્મ સિટીને એમ્બ્યુલન્સ ભેટ આપી છે. આ પગલું રોજિંદા અનેક સેટ પર અવિરત મહેનત કરતાં સેકડો કર્મચારીઓ, ટેક્નિશિયન્સ અને પ્રોફેશનલ્સની આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે લેવામાં આવ્યું છે. આ પહેલ કંપનીના સામાજિક કલ્યાણ પ્રત્યેના પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કંપનીનું સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી ભારતીય ટેલિવિઝનનું મણિકાનું સ્થાન ધરાવે છે. આ શોએ 4,000થી વધુ એપિસોડ્સ પૂરાં કર્યા છે અને અનોખા પાત્રો, સંવાદો તથા સામાજિક સંદેશો માટે પ્રશંસા મેળવી છે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના માનનીય સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી અશિષ શેલાર, ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર સ્વાતી મ્હાસે પાટીલ, પ્રોડ્યુસર અને ક્રિએટર આસિત કુમાર મોદી તથા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
આસિત કુમાર મોદીએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું, “ફિલ્મ સિટી માત્ર એક કાર્યસ્થળ જ નહીં પરંતુ મારા અને મારી ટીમ માટે તે એક પરિવાર છે. દરરોજ હજારો કલાકારો, કામદારો અને પ્રોફેશનલ્સ અહીં વાર્તાઓને જીવંત કરવા અવિરત મહેનત કરે છે. આ એમ્બ્યુલન્સ તેમની સુરક્ષા અને આરોગ્ય સુનિશ્ચિત કરવાનો અમારો પ્રયાસ છે. એમ્બ્યુલન્સ માત્ર એક વાહન નથી, પરંતુ આપત્તિના સમયે જીવન બચાવનાર સાબિત થાય છે. પડદા પર ખુશીઓ ઉભી કરવાની સાથે, આપણી ફરજ એ છે કે આપણે એવા લોકોની સંભાળ રાખીએ જે આ મનોરંજન જગતને શક્ય બનાવે છે.
આ નવી એમ્બ્યુલન્સ હવે ફિલ્મ સિટીના ઇમરજન્સી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્ત્વપૂર્ણ ઉમેરો હશે, જે હાલની સુરક્ષા વ્યવસ્થાને પૂરક બનાવશે અને કોઈપણ વ્યક્તિને તાત્કાલિક આરોગ્યસંભાળ પૂરી પાડશે.
નીલા ફિલ્મ પ્રોડક્શન્સ વિશે
નીલા ફિલ્મ પ્રોડક્શન્સના સ્થાપક અને ક્રિએટર આસિત કુમાર મોદી ટેલિવિઝન જગતના દ્રષ્ટાવાન સર્જક છે. તેમણે Sony SET, Sony SAB, Colors અને Star Plus જેવા અગ્રણી બ્રોડકાસ્ટર્સ માટે અનેક ફિક્શન અને નોન-ફિક્શન શો બનાવ્યા છે.
કંપનીનો સૌથી લોકપ્રિય શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, છેલ્લા 16 વર્ષથી ભારતીય ટેલિવિઝનનું રત્ન રહ્યો છે. આ શોએ 4,000 થી વધુ એપિસોડ પૂર્ણ કર્યા છે અને તેના અનોખા પાત્રો, સંવાદો અને સામાજિક સંદેશાઓ માટે પ્રશંસા પામ્યો છે. અસિત મોદી દ્વારા બનાવેલા આ પાત્રો અને વાર્તાઓએ કરોડો દર્શકોના હૃદયમાં આનંદ અને સ્મિત લાવ્યા છે.
આસિત મોદીના નેતૃત્વ હેઠળ, કંપનીએ નવી ટેક્નોલોજી અને ડિજિટલ બિઝનેસ તરફ પણ પગલું ભર્યું છે. તેની સહાયક કંપની નીલા મીડિયા ટેક વેબ3 ગેમિંગ, એનિમેશન અને મર્ચેન્ડાઈઝિંગ જેવા ક્ષેત્રોમાં સક્રિય છે, જે સર્જનાત્મકતા અને નવીનતાના વારસાને આગળ વધારશે.

