ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાના પ્રેશર વિશે વાત કરતાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, `૧૨ વર્ષ પછી ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને મને લાગે છે કે એ આપણા બધા માટે ખૂબ જ સારો રહેશે`
આઠેય ટીમની કૅપ્ટન્સે ટ્રોફી-ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના પ્રારંભ પહેલાં ગઈ કાલે બૅન્ગલોરમાં યજમાન ભારત અને બંગલાદેશ સહિત આઠેય ટીમની કૅપ્ટન્સે ટ્રોફી-ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.
ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાના પ્રેશર વિશે વાત કરતાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે આ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જ્યારે મેં રમવાનું શરૂ કર્યું હતું ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને મારા દેશની કૅપ્ટન્સી કરવાની તક મળશે, એ ફક્ત એક સ્વપ્ન હતું. ૧૨ વર્ષ પછી ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને મને લાગે છે કે એ આપણા બધા માટે ખૂબ જ સારો રહેશે. આ વર્લ્ડ કપ એ દરેક ક્ષણનો આનંદ માણવા અને વધુપડતું પ્રેશર ન લેવા વિશે છે. અમે ડ્રેસિંગ રૂમમાં પણ આ બાબતોની ચર્ચા કરતા નથી. અમે અહીં ફક્ત ક્રિકેટ રમવા માટે છીએ અને અમારું ધ્યાન ફક્ત ક્રિકેટ પર છે.’

