જોકે આ એક અફવા છે એવી ફેડરલ ઑથોરિટી ફૉર આઇડેન્ટિટી, સિટિઝનશિપ, કસ્ટમ્સ ઍન્ડ પોર્ટ સિક્યૉરિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી
ગોલ્ડન વીઝા
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં વસવા માટે ૨૩ લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વીઝા મળશે એવા સમાચાર અત્યારે સમાચાર-માધ્યમોમાં જોવા મળ્યા હતા. જોકે આ એક અફવા છે એવી ફેડરલ ઑથોરિટી ફૉર આઇડેન્ટિટી, સિટિઝનશિપ, કસ્ટમ્સ ઍન્ડ પોર્ટ સિક્યૉરિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ભારત અને બંગલાદેશના નાગરિકો માટે ગોલ્ડન વીઝા મેળવવા માટે જે વિશેષ છૂટ અને આજીવન વીઝાની પાત્રતા વિશેની વાત હતી એનું ખંડન UAE સરકારે કર્યું હતું. સરકારે સત્તાવાર નિવેદન બહાર પાડતાં સોશ્યલ મીડિયા પર ગોલ્ડન વીઝા માટેની તબક્કાવાર માર્ગદર્શિકા શૅર કરીને લખ્યું હતું કે ‘આજીવન ગોલ્ડન વીઝાની આવેદન-પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની છૂટને માન્યતા આપવામાં આવી નથી.’
દુબઈ પ્રશાસને જનતાને આગ્રહ કર્યો હતો કે આ કોઈ ફ્રૉડ કરનારી યોજનાઓ હોઈ શકે છે. વીઝા સંબંધિત સચોટ માહિતી મેળવવા માટે આવેદકે www.icp.gov.ae પર જવું અથવા તો 600522222 પર કૉલ કરવો.

