Operation Sindoor: ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ રશિયા પહોંચ્યું; નેતાઓએ આતંકવાદ સામે લડવા માટે ભારતના વલણનું પ્રતિનિધિત્વ કરવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને રશિયાના સમર્થનની પ્રશંસા કરી
ડીએમકેના સાંસદ શ્રીમતી કનિમોઝી કરુણાનિધિના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું ત્રીજું જૂથ રશિયા જવા રવાના થયું તે સમયની તસવીર (તસવીર સૌજન્યઃ એક્સ)
ભારત (India)નું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ (Multi-party Delegation) રશિયા (Russia)ના પ્રવાસે છે. દ્રવિડ મુનેત્ર કઝગમ - ડીએમકે (Dravida Munnetra Kazhagam – DMK) સાંસદ કનિમોઝી કરુણાનિધિ (Kanimozhi Karunanidhi)ના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ગઈકાલે એટલે કે ગુરુવારે રશિયા જવા રવાના થયું હતું. આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ રશિયામાં પાકિસ્તાન (Pakistan)ના ખોટા દાવાઓનો પર્દાફાશ કરી રહ્યું છે. ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના નેતાઓએ આતંકવાદ સામે લડવામાં ભારતના વલણનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને રશિયાના સમર્થનની પ્રશંસા કરી.
ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિએ કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે રશિયા એક વ્યૂહાત્મક ભાગીદાર રહ્યું છે અને આપણે હંમેશા રાજદ્વારી મુદ્દાઓ પર સાથે કામ કર્યું છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘જ્યારે આપણે આતંકવાદી હુમલામાં ૨૬ લોકોનો જીવ ગુમાવીએ છીએ, ત્યારે રશિયાનો સંપર્ક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આપણા રાષ્ટ્રના વડાઓએ હંમેશા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સાથે કામ કર્યું છે, પછી ભલે તે વૈશ્વિક મહત્વના હોય કે ભારત અને રશિયાના હિતના હોય. આ સમયે રશિયાનો સંપર્ક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.’
ADVERTISEMENT
સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના નેતા રાજીવ રાય (Rajiv Rai)એ સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું, ‘રશિયા આપણો ઐતિહાસિક મિત્ર છે, જે દરેક પરિસ્થિતિમાં આપણી સાથે ઉભો છે. પાકિસ્તાન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે, કારણ કે વિશ્વમાં એવી કોઈ આતંકવાદી ઘટના બની નથી જે પાકિસ્તાન સાથે જોડાયેલી ન હોય.’
મોસ્કો (Moscow) સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy in Moscow)ના એક નિવેદન અનુસાર, સંસદ સભ્યો કનિમોઝી કરુણાનિધિ, રાજીવ રાય, કેપ્ટન બ્રિજેશ ચોવટા (Captain Brijesh Chowta), પ્રેમ ચંદ ગુપ્તા (Prem Chand Gupta), ડૉ. અશોક કુમાર મિત્તલ (Dr. Ashok Kumar Mittal), ભૂતપૂર્વ રાજદૂત મનજીવ સિંહ પુરી (Manjeev Singh Puri)નું મોસ્કોના ડોમોડેડોવો એરપોર્ટ (Domodedovo Airport) પર આગમન પર રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમાર (Vinay Kumar) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ભારતની રાષ્ટ્રીય સર્વસંમતિ અને આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે મક્કમ અભિગમને પ્રતિબિંબિત કરે છે. તે વિશ્વને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો દેશનો મજબૂત સંદેશ પહોંચાડશે.
તમને જણાવી દઈએ કે, જાપાન (Japan) જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જનતા દળ – યુનાઇટેડ (anata Dal - United)ના સાંસદ સંજય ઝા (Sanjay Jha) કરી રહ્યા છે, જ્યારે શિવસેના (Shiv Sena)ના સાંસદ શ્રીકાંત શિંદે (Shrikant Shinde)ના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ સંયુક્ત આરબ અમીરાત – યુએઈ (nited Arab Emirates - UAE) પહોંચી ગયું છે. બંને પ્રતિનિધિમંડળોએ મંત્રીઓ, મહત્વપૂર્ણ લોકો અને વિવિધ સંગઠનોના લોકોને મળ્યા હતા.

