પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીનો દાવો
પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના બીજા દિવસે રવિવારે પાકિસ્તાની સેનાએ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીએ રવિવાર સાંજે ૭.૪૫ વાગ્યે મીડિયાની સામે દાવો કરતાં કહ્યું હતું કે ‘ભારતીય સેનાએ પાકિસ્તાન પર પહેલાં હુમલો કર્યો. પાકિસ્તાને ભારત પર જે પણ હુમલા કર્યા છે એ આત્મરક્ષામાં કરાયા છે. પાકિસ્તાનની જનતા પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય રક્ષા માટે તૈયાર છે. ભારત મિલિટરી ઑપરેશન ઇચ્છે છે તો એ તેની મરજી છે, આગળ એ કઈ રીતે જશે એ અમારી મરજી હશે.’ તેમણે પાકિસ્તાની સેનાનાં વખાણ પણ કર્યાં હતાં.

