Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મિડલ ઈસ્ટના યુદ્ધમાં મધ્યસ્થી કરનારા પાકિસ્તાને ફરીથી અફઘાનિસ્તાન પર કર્યો હુમલો

મિડલ ઈસ્ટના યુદ્ધમાં મધ્યસ્થી કરનારા પાકિસ્તાને ફરીથી અફઘાનિસ્તાન પર કર્યો હુમલો

Published : 27 March, 2026 10:49 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈદ પર પાંચ દિવસનું સીઝફાયર પૂરું થતાં ફરીથી હિંસા શરૂ, પાકિસ્તાની હુમલામાં બે અફઘાની નાગરિકો માર્યા ગયા, વળતા હુમલામાં અફઘાને ૩ પાકિસ્તાની ચોકી તબાહ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સીમા પર બુધવારે રાતે ફરીથી લડાઈ શરૂ થઈ ગઈ હતી. તાલિબાન અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાને કરેલા હુમલામાં બે નાગરિકોનું મૃત્યુ થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાનનો એક નાગરિક પણ માર્યો ગયો હતો. 

અફઘાનિસ્તાન અને પાકિસ્તાને મળીને ઈદને કારણે અસ્થાયી યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. ૨૫ માર્ચે સીઝફાયરની અવધિ પૂરી થતાં બન્ને દેશો વચ્ચે ફરીથી પરસ્પર હુમલા શરૂ થઈ ગયા છે. ન્યુઝ એજન્સી અસોસિએટ પ્રેસના કહેવા મુજબ પાકિસ્તાનની સેનાએ બુધવારની રાતે અફઘાનિસ્તાનના નરઈ અને સરકાનો વિસ્તારમાં ડઝનબંધ તોપગોળા છોડ્યા હતા. એના જવાબમાં અફઘાની સીમાદળોએ પણ ગોળીબાર કર્યો હતો અને એમાં ત્રણ પાકિસ્તાની સૈન્ય ચોકી તબાહ થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 10:49 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK