Pakistan bans students from singing and dancing: ભારતીય ગીતો અને ડાન્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ 14 માર્ચે લાગુ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પીએમએલ-એન પાર્ટી સત્તામાં છે અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ મુખ્ય પ્રધાન છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
કી હાઇલાઇટ્સ
- પંજાબ પ્રાંતમાં કૉલેજોમાં બૉલિવૂડ ગીતો ગાવા અને તેના પર ડાન્સ કરવા પર પ્રતિબંધ
- ભારતીય ગીતો અને ડાન્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ 14 માર્ચે લાગુ કરવામાં આવ્યો
- અશ્લીલ કપડાં પહેરવા અને અપશબ્દોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાની પણ ચર્ચા
પાકિસ્તાનમાં મહિલાઓ સામે અત્યાચારના અનેક કિસ્સો સામે આવ્યા છે. આ સાથે પાક સરકાર દ્વારા અનેક વખત ત્યાંની જનતા પર પણ કેટલીક બાબતોનો પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિની પર એક ગજબનો બંધ લાદ્યો છે.
અહેવાલ મુજબ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કૉલેજોમાં બૉલિવૂડ ગીતો ગાવા અને તેના પર ડાન્સ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંજાબ ઉચ્ચ શિક્ષણ પંચે આ નિર્ણય લીધો છે. આ આદેશ સરકારી અને ખાનગી બન્ને કૉલેજોને લાગુ પડશે. કમિશને આ સંદર્ભમાં તમામ કૉલેજોના આચાર્યો અને ડિરેક્ટરો માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કૉલેજોમાં `અનૈતિક અને અશ્લીલ` પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. અયોગ્ય કપડાં પહેરીને ભારતીય ગીતો ગાવા અને નાચવાની મંજૂરી ન હોવી જોઈએ. ભારતીય ગીતો અને ડાન્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ 14 માર્ચે લાગુ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પીએમએલ-એન પાર્ટી સત્તામાં છે અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ મુખ્ય પ્રધાન છે.
ADVERTISEMENT
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબ ઉચ્ચ શિક્ષણ પંચે કૉલેજોમાં ભારતીય ગીતો પર ડાન્સ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે, કૉલેજોમાં યોજાતા રમતોત્સવ અને મનોરંજન મેળાઓમાં ભારતીય ફિલ્મોના ગીતો પર ડાન્સ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અશ્લીલ કપડાં પહેરવા અને અપશબ્દોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાની પણ ચર્ચા છે. કમિશને દલીલ કરી છે કે વિદ્યાર્થીઓના શિક્ષણ અને નૈતિક ઉછેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નિયમોનું ચુસ્તપણે પાલન કરો
કમિશને તમામ કૉલેજ વહીવટીતંત્રને આ નિયમનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ અને નૈતિક ઉછેર સુનિશ્ચિત કરવાની જવાબદારી કૉલેજ વહીવટીતંત્રની છે. કમિશને ચેતવણી આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ આદેશ અંગે સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકોએ તેનું સ્વાગત કર્યું છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તેને ગોપનીયતા પર આક્રમણ ગણાવ્યું છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાને બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનના અપહરણ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ભારતે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને કહ્યું છે કે પાકિસ્તાને આ રીતે બીજાઓ પર દોષારોપણ કરવાનું ટાળવું જોઈએ. આ ઘટનાએ બંને દેશો વચ્ચે પહેલાથી જ તંગ બનેલા સંબંધોને વધુ ખરાબ કર્યા છે.

