ચાર ટીવી-ઍક્ટ્રેસ હતી ઘટનાસ્થળે, પોલીસે એક દલાલની ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
પવઈના હીરાનંદાનીમાં આવેલી એક હોટેલમાં ગઈ કાલે પોલીસે દરોડો પાડીને એક હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૬૦ વર્ષના દલાલ શ્યામસુંદર અરોરાની ધરપકડ કરીને ચાર ટીવી-ઍક્ટ્રેસને દેવનાર મહિલા સુધારગૃહમાં મોકલી દેવામાં આવી હતી.
મુંબઈ પોલીસને પવઈમાં દેહવેપાર કરતી એક ગૅન્ગ સક્રિય હોવાની બાતમી મળી હતી એટલે બોગસ કસ્ટમર મોકલીને ચકાસણી કરી હતી. હીરાનંદાની પરિસરમાં આવેલી એ હોટેલમાં દેહના સોદા થતા હોવાનું કન્ફર્મ થયા બાદ ગઈ કાલે પોલીસે દરોડો પાડ્યો હતો. શ્યામ અરોરા નામના દલાલે ટીવીની ચાર અભિનેત્રીઓને હોટેલમાં દેહનો સોદો કરવા માટે બોલાવી હોવાનું તપાસમાં જણાતાં દલાલની ધરપકડ કરવામાં આવી હતી. હોટેલની રૂમમાંથી આઠ મોંઘા મોબાઇલ અને લાખો રૂપિયાની કૅશ મળી આવી હતી. ચાર ટીવી-ઍક્ટ્રેસની પૂછપરછમાં જણાયું હતું કે દલાલ દેહના સોદા માટે નક્કી કરવામાં આવતી રકમમાંથી ૫૦ ટકા પોતે રાખી લેતો હતો. પચીસથી ૩૫ વર્ષની ટીવી-અભિનેત્રીઓને બાદમાં મહિલા સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. આગળની તપાસ પવઈ પોલીસ કરી રહી છે.

