Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સિડનીથી લંડન વચ્ચે વિશ્વની સૌથી લાંબી નૉન-સ્ટૉપ ફ્લાઇટ

સિડનીથી લંડન વચ્ચે વિશ્વની સૌથી લાંબી નૉન-સ્ટૉપ ફ્લાઇટ

Published : 16 May, 2025 08:19 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૭માં શરૂ થશે, પ્રવાસીઓ બે વાર સૂર્યોદયનાં દર્શન કરશે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ઑસ્ટ્રેલિયાની નૅશનલ ઍરલાઇન કંપની ક્વૉન્ટાસ ઍરવેઝે જાહેરાત કરી છે કે સિડની અને લંડન વચ્ચે વિશ્વની સૌથી લાંબી નૉન-સ્ટૉપ પૅસેન્જર ફ્લાઇટ ૨૦૨૭માં ઉડાન ભરશે. આ ફ્લાઇટ ૨૦ કલાકથી વધુ સમય સુધી નૉન-સ્ટૉપ ઉડ્ડયન કરીને ૧૭,૦૧૫ કિલોમીટરનું અંતર કાપશે. હાલમાં લૉન્ગેસ્ટ નૉન-સ્ટૉપ પૅસેન્જર ફ્લાઇટનો રેકૉર્ડ સિંગાપોર ઍરલાઇન્સની સિંગાપોરથી ન્યુ યૉર્કની ફ્લાઇટના નામે છે જે આશરે ૧૮.૫ કલાકમાં લગભગ ૧૫,૩૦૦ કિલોમીટરનું અંતર કાપે છે. ક્વૉન્ટાસે લૉન્ગેસ્ટ નૉન-સ્ટૉપ ફ્લાઇટને પ્રોજેક્ટ સનરાઇઝ નામ આપ્યું છે, કારણ કે આ ફ્લાઇટના પ્રવાસીઓ આ સફરમાં બે અદ્ભુત સૂર્યોદય જોશે.


લગભગ દિવસભરની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ક્વૉન્ટાસ ૧૨ નવાં ઍરબસ A350-1000 ઍરક્રાફ્ટ રજૂ કરશે. વધુ લેગરૂમ માટે ૩૦૦ની સામાન્ય બેઠક-ક્ષમતા ઘટાડીને ૨૩૮ કરવામાં આવશે. ઇકૉનૉમી અને પ્રીમિયમ કૅબિન વચ્ચે એક સમર્પિત વેલનેસ ઝોન સ્થાપિત કરવામાં આવશે જે બધા મુસાફરો માટે સુલભ હશે. આ વિસ્તારમાં ઑન-સ્ક્રીન કસરત કાર્યક્રમો, સ્ટ્રેચ હૅન્ડલ્સ અને હાઇડ્રેશન સ્ટેશન હશે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2025 08:19 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK