Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જપાનમાં રેકૉર્ડબ્રેક સ્નોફૉલ

જપાનમાં રેકૉર્ડબ્રેક સ્નોફૉલ

Published : 10 February, 2026 09:54 AM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૬ લોકોએ જીવ ગુમાવ્યા, ૫૪૩થી વધારે ઘાયલ, ૧૨૬ અતિ ગંભીર

જપાન

જપાન


આ વર્ષે જપાનના નૉર્થ અને વેસ્ટ વિસ્તારોમાં ભારે સ્નોફૉલ થયો છે અને ૨૦ જાન્યુઆરીથી કેટલાક ભાગોમાં રેકૉર્ડબ્રેક હિમવર્ષાથી જનજીવન ઠપ થઈ ગયું છે. ૪૬ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૫૪૩થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૧૨૬ લોકો અતિ ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે. આર્કટિકથી આવતી ઠંડી હવાને કારણે અસામાન્ય રીતે ભારે હિમવર્ષા થઈ રહી છે.

આ શિયાળામાં સ્નોફૉલને કારણે દેશનાં ૪૭ પ્રીફેક્ચરો (કાઉન્ટીઓ)માંથી ૧૫માં અરાજકતા સર્જાઈ છે. કેટલાંક સ્થળોએ ૬.૫ ફુટ (બે મીટર) ઊંડાઈ સુધીનો બરફ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં દિવસો સુધી ૧૭૦૦થી વધુ ઘરો વીજળી વિના રહ્યાં હતાં અને નિયમિત અને બુલેટ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. સ્નોફૉલને કારણે ઍરપોર્ટ્સ પર બરફ જમા થતાં અસંખ્ય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.



સ્કૂલોમાં પરીક્ષાઓનું ટાઇમટેબલ બદલી નાખવામાં આવ્યું છે અને ભારે બરફવર્ષાને કારણે રોજિંદું જીવન ખોરવાઈ રહ્યું હોવાથી સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. 
બરફ સાફ કરતાં જીવ ગુમાવ્યો


મોટા ભાગનાં મૃત્યુ છત પરથી બરફ સાફ કરતી વખતે પડી જવાથી થયાં હતાં. ઘણા વૃદ્ધ લોકો બરફ સાફ કરવા માટે છત પર ચડી રહ્યા હતા, પરંતુ લપસી પડ્યા અને પડી ગયા જેને કારણે બરફના ઢગલા નીચે દટાઈ ગયા હતા. ૯૧ વર્ષની એક મહિલા તેના ઘરની બહાર ૩ મીટર બરફ નીચે દટાયેલી મળી આવી હતી.

૪૦ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
નૉર્થ જપાનના આઓમોરી શહેરમાં ૪૦ વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. કેટલાંક સ્થળોએ ૧૮૩ સેમી (લગભગ ૬ ફુટ) બરફ પડ્યો હતો, જે સરેરાશ કરતાં બમણાથી વધુ છે. એક સ્થળે સૌથી વધુ બરફ પડ્યો હતો, જે ૪.૫૪ મીટર (૧૪ ફુટથી વધુ) સુધી પહોંચ્યો હતો.


હોક્કાઇડોનું મુખ્ય ઍરપોર્ટ ગયા અઠવાડિયાથી અસ્થાયી રૂપે બંધ થવાથી સેંકડો મુસાફરો ફસાઈ ગયા હતા. ટ્રેનો મોડી પડી હતી અને હાઇવે બંધ કરવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 09:54 AM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK