Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCની પહેલી મીટિંગ ૧૬ ફેબ્રુઆરીએ

BMCની પહેલી મીટિંગ ૧૬ ફેબ્રુઆરીએ

Published : 10 February, 2026 07:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેશ્યલ મીટિંગમાં વિરોધ પક્ષના નેતાના અને જૂથનેતાના નામની પણ જાહેરાત કરવામાં આવશે.

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) ઊભરી આવી છે અને હવે મેયરપદ માટે તેમના દ્વારા રિતુ તાવડે અને ડેપ્યુટી મેયરપદ માટે શિવસેનાના સંજય ઘાડીએ જ નૉમિનેશન ફૉર્મ ભર્યાં છે. અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તેઓ ૧૧ ફેબ્રુઆરીએ BMCની સ્પેશ્યલ મીટિંગમાં બિનવિરોધ જીતી જવાના છે અને ફક્ત તેમના નામની ઔપચારિક જાહેરાત જ હવે બાકી છે. એ પછી ૧૬ ફેબ્રુઆરીએ BMCની પહેલી મીટિંગ થશે. સ્પેશ્યલ મીટિંગમાં વિરોધ પક્ષના નેતાના અને જૂથનેતાના નામની પણ જાહેરાત કરવામાં આવશે. BJPના જૂથનેતા તરીકે ગણેશ ખણકર, જ્યારે શિવસેના (UBT)ના જૂથનેતા તરીકે કિશોરી પેડણેકરનાં નામ રજૂ કરવામાં આવ્યાં છે. કિશોરી પેડણેકર વિરોધી પક્ષનેતા તરીકે પણ કામ જોશે. 

સ્ટૅન્ડિંગ કમિટી અને એજ્યુકેશન કમિટીની જાહેરાત ૧૬ ફેબ્રુઆરીએ



BMCમાં મહત્ત્વની ગણાતી સ્ટૅન્ડિંગ કમિટી અને એજ્યુકેશન કમિટીના ૨૬ સભ્યોની વરણી પણ ૧૬ ફેબ્રુઆરીએ થવાની છે. એ બન્ને કમિટીના અધ્યક્ષની ચૂંટણી ૨૦ ફેબ્રુઆરીએ થશે. એ સિવાય સુધાર સમિતિ અને બેસ્ટ સમિતિના અધ્યક્ષની ચૂંટણી ૨૩ ફેબ્રુઆરીએ થશે. ૨૪ ફેબ્રુઆરીએ દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. એ પછી ૨૫મીએ અન્ય સમિતિના અધ્યક્ષોની નિયુક્તિ થશે. એ પછી BMCનું રેગ્યુલર કામકાજ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK