Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગૌતમ ગંભીરની ડિનર-પાર્ટીમાંથી બીમાર અભિષેક શર્મા ટીમ કરતાં વહેલો નીકળ્યો

ગૌતમ ગંભીરની ડિનર-પાર્ટીમાંથી બીમાર અભિષેક શર્મા ટીમ કરતાં વહેલો નીકળ્યો

Published : 10 February, 2026 12:06 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીમ ઇન્ડિયાના તમામ સભ્યો એકસાથે બસમાં ડિનર-પાર્ટી માટે પહોંચ્યા ત્યારે ગંભીર, તેની પત્ની નતાશા જૈન અને બન્ને દીકરીઓ તેમના સ્વાગત માટે ઘરની બહાર હાજર રહ્યાં હતાં

ટીમ ઇન્ડિયાનું પોતાના ઘરે સ્વાગત કરી રહેલાે ગૌતમ ગંભીર બન્ને દીકરીઓ અને પત્ની નતાશા સાથે

ટીમ ઇન્ડિયાનું પોતાના ઘરે સ્વાગત કરી રહેલાે ગૌતમ ગંભીર બન્ને દીકરીઓ અને પત્ની નતાશા સાથે


ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે રવિવારે રાતે સપોર્ટ-સ્ટાફ અને પ્લેયર્સ માટે પોતાના ઘરે સ્પેશ્યલ ડિનરનું આયોજન કર્યું હતું. વૉશિંગ્ટન સુંદર સિવાય આ ડિનર-પાર્ટીમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા.



નતાશા જૈન સાથે સૂર્યકુમાર યાદવ


ટીમ ઇન્ડિયાના તમામ સભ્યો એકસાથે બસમાં ડિનર-પાર્ટી માટે પહોંચ્યા ત્યારે ગંભીર, તેની પત્ની નતાશા જૈન અને બન્ને દીકરીઓ તેમના સ્વાગત માટે ઘરની બહાર હાજર રહ્યાં હતાં. ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ પણ આ ડિનર-પાર્ટીમાં હાજરી આપી હતી.


કુલદીપ યાદવ અને અભિષેક શર્મા

બીમાર અભિષેક શર્મા આ ડિનર-પાર્ટી દરમ્યાન ચર્ચામાં રહ્યો હતો. ઘરમાં એન્ટ્રી પહેલાં ગૌતમ ગંભીર તેને આરામથી પહેલાં ડિનર લઈ લેવાનું સૂચન કરતો જોવા મળ્યો હતો. ખરાબ તબિયતના અહેવાલો વચ્ચે ગૌતમ ગંભીરના ઘરે ટીમ ડિનર-પાર્ટીમાંથી તે સૌથી પહેલાં નીકળી ગયો હતો. અભિષેક અન્ય સપોર્ટ-સ્ટાફના સભ્ય સાથે અલગથી કારમાં જતો જોવા મળ્યો હતો જ્યારે ટીમના બાકીના સભ્યો અને કોચિંગ-સ્ટાફ મોડી રાતે ટીમ-બસમાં એકસાથે જ હોટેલ જવા રવાના થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 12:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK