યુક્રેનના શહેર ઓડેસામાં રશિયન અટૅકને લીધે બે જણે જીવ ગુમાવ્યા હતા. આ હુમલામાં રશિયાએ યુક્રેનના એક F-16 જેટને તોડી પાડ્યું હતું અને એના પાઇલટે જીવ ગુમાવ્યો હતો.
યુક્રેનના ઓડેસા શહેરમાં એક બહુમાળી રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ડ્રોન-અટૅકને પગલે લાગેલી આગ.
રશિયાએ રવિવારની વહેલી સવારે યુક્રેનમાં અનેક ઠેકાણે ડ્રોન અને મિસાઇલોનો જબરદસ્ત મારો ચલાવ્યો હતો. ૨૦૨૨માં બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો હતો. યુક્રેનિયન મિલિટરીએ કહ્યું હતું કે આ અટૅકમાં પાંચસોથી વધુ હવાઈ શસ્ત્રો હતાં જેમાં ૪૭૭ ડ્રોન તથા ૬૦ બૅલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલોનો સમાવેશ હતો. યુક્રેનના શહેર ઓડેસામાં રશિયન અટૅકને લીધે બે જણે જીવ ગુમાવ્યા હતા. આ હુમલામાં રશિયાએ યુક્રેનના એક F-16 જેટને તોડી પાડ્યું હતું અને એના પાઇલટે જીવ ગુમાવ્યો હતો.

