બંગલાદેશથી આતંકવાદીઓ જળમાર્ગે ઘૂસણખોરી કરે એવી શક્યતા
ISI બંગલાદેશના રસ્તે ભારતમાં ઘૂસવાની યોજના બનાવી રહી છે. એવી માહિતી મળી છે કે આતંકવાદીઓ જળમાર્ગે બંગલાદેશમાં પ્રવેશ કરશે.
પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ભારતમાં મોટો હુમલો કરાવવાની તજવીજ કરી રહી છે એવી માહિતી ભારતીય ગુપ્તચર સંસ્થાઓને મળી છે. આપણી એજન્સીઓએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) ઉપરાંત બંગલાદેશના રસ્તે સંભવિત આતંકવાદી ઘૂસણખોરી થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી છે.
ભારતીય ગુપ્તચર સંસ્થાઓને માહિતી મળી છે કે ISI ૨૬ જાન્યુઆરી પહેલાં ભારતમાં કંઈક નાપાક કરવાની વેતરણમાં છે. સૂત્રોના કહેવા મુજબ PoKનાં લૉન્ચપૅડ સક્રિય છે પણ ત્યાંથી ઘૂસણખોરી સંભવ નથી થઈ રહી એટલે ISI બંગલાદેશના રસ્તે ભારતમાં ઘૂસવાની યોજના બનાવી રહી છે. એવી માહિતી મળી છે કે આતંકવાદીઓ જળમાર્ગે બંગલાદેશમાં પ્રવેશ કરશે.


