Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અજાણ્યા લોકોએ પાકિસ્તાનમાં હજી એક આતંકવાદીનો ખાતમો બોલાવ્યો

અજાણ્યા લોકોએ પાકિસ્તાનમાં હજી એક આતંકવાદીનો ખાતમો બોલાવ્યો

Published : 17 May, 2026 11:08 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લશ્કર-એ-તય્યબાનો ટોચનો આતંકવાદી મીર શુક્ર ખાન રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો

મીર શુક્ર ખાન

મીર શુક્ર ખાન


આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા (LeT)નો ટોચનો એક આતંકવાદી મીર શુક્ર ખાન પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટામાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. મીર શુક્ર ખાન રાયસાની કટ્ટરવાદ ફેલાવીને LeTમાં નવા આતંકવાદીઓની ભરતી કરવાના કામમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો. મીર શુક્ર ખાન ક્વેટામાં પૉલિટિકલ ગતિવિધિઓ પર પણ દેખરેખ રાખતો હતો. મંગળવારે ક્વેટામાં કેટલાક અજાણ્યા લોકોએ આતંકી ઑપરેટિવને નિશાન બનાવ્યો હોવાનું મનાય છે. જોકે પાકિસ્તાની અધિકારીઓએ તેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ નહોતી કરી.

મીર શુક્ર ખાન માર્યો ગયો એના એક દિવસ પહેલાં જ તેણે પાકિસ્તાની સેનાના સપોર્ટમાં LeT દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બલૂચિસ્તાનમાં આતંકવાદીઓના રહસ્યમય મૃત્યુનો સિલસિલો ચાલી રહ્યો હોવાથી સતત તનાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ છે. હજી સુધી કોઈ જૂથે મીરની હત્યાની જવાબદારી લીધી નથી. 


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 11:08 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK