Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માનખુર્દમાં બનશે નવી જેલ: સેન્ટ્રલ જેલ ઑથોરિટીને ૧૧ એકર જમીનની ફાળવણી

માનખુર્દમાં બનશે નવી જેલ: સેન્ટ્રલ જેલ ઑથોરિટીને ૧૧ એકર જમીનની ફાળવણી

Published : 17 May, 2026 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં અત્યારે આર્થર રોડ અને તળોજાની જેલમાં કેદીઓની સંખ્યા વધુ અને જગ્યા ઓછી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુરક્ષા તેમ જ ઍડ્‍મિનિસ્ટ્રેશનની સરળતાને ધ્યાનમાં લઈને શહેરમાં નવી જેલનું નિર્માણ જરૂરી હોવાથી માનખુર્દમાં નવા પ્રિઝન કૉમ્પ્લેક્સ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. નવી જેલના નિર્માણ માટે ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ નજીક આવેલી ૧૧ એકરની જમીન શુક્રવારે સેન્ટ્રલ જેલ ઑથોરિટીને સોંપવામાં આવી છે. 

હાલ શહેરની જેલમાં જગ્યા ઓછી અને કેદીઓ વધારે છે એથી જેલ પરનું ભારણ ઓછું કરવું સુરક્ષા તેમ જ ઍડ્‍મિનિસ્ટ્રેશન-મૅનેજમેન્ટની દૃષ્ટિએ જરૂરી છે. જે જમીન પર જેલનું નિર્માણ થશે એ જમીન પરનાં ૧૨૦૦ જેટલાં અતિક્રમણ ગયા મહિને એક જ દિવસમાં હટાવવામાં આવ્યાં હતાં. 



૨૦૧૧ બાદ અહીં બનાવાયેલાં બધાં જ ઝૂંપડાંઓને હટાવવા માટે પહેલી વખત ‘નેટવર્ક ફૉર એન્ક્રોચમેન્ટ ટ્રૅકિંગ ઍન્ડ રિપોર્ટિંગ ફૉર મુંબઈ’ નામની સૅટેલાઇટ આધારિત ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો હતો. 


૧૦,૦૦૦ કેદીઓને રાખવાની ક્ષમતા

મુંબઈમાં અત્યારે આર્થર રોડ અને તળોજાની જેલમાં કેદીઓની સંખ્યા વધુ અને જગ્યા ઓછી છે. માનખુર્દમાં બનનારી ૨૫ માળની અને ૧૦,૦૦૦ કેદીઓને રાખી શકે એવી જેલના નિર્માણ બાદ એ બન્ને જેલ પરનું ભારણ ઘટશે. ૨૦૧૫ બાદ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તળોજા, સિંધુદુર્ગ, વાશિમ, ગડચિરોલી, જાલના અને નંદુરબારમાં જેલ બનાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK