ઈરાનને ધમકી આપવામાં ડોનલ્ડ ટ્રમ્પ અભદ્ર ભાષા પર ઊતરી આવ્યા, ગાળો આપીને સોશ્યલ મીડિયા પર લખ્યું...
તેહરાનના એક મહત્ત્વના ક્રૉસ રોડ પર ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ જ રહેશે’ એવું લખેલું જાયન્ટ હોર્ડિંગ મૂકવામાં આવ્યું છે.
રવિવારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મીડિયાને કહ્યું હતું કે, મને લાગે છે કે આજે રાત કે કાલ સુધીમાં કોઈ ડીલ થઈ શકે છે, પણ જો એમ ન થયું તો ઈરાનને તબાહ કરીને તેલના તમામ પ્લાન્ટ પર કબજો કરી લેવાનું વિચારું છું.’
આ પહેલાં તેમણે સાતમી એપ્રિલ સુધીની ડેડલાઇન આપીને ઈરાનમાં મંગળવારને પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે જાહેર કર્યો હતો. તેમણે સોશ્યલ મીડિયા પર અપશબ્દો વાપરીને લખ્યું હતું, ‘**** (અપશબ્દ) હોર્મુઝ સ્ટ્રેસ ખોલી દો, પાગલ બેવકૂફો, નહીંતર તમે નરકમાં જશે. બસ જોતા રહેજો.
ADVERTISEMENT
ટ્રુથ સોશ્યલ પરની પોસ્ટમાં ટ્રમ્પે અમેરિકાના આગામી લક્ષ્યનો ખુલાસો કર્યો અને એ પણ જાહેર કર્યું કે મંગળવારે ઈરાનમાં પાવર પ્લાન્ટ-ડે અને બ્રિજ-ડે હશે, બધા પર એક જ દિવસે હુમલો થશે.
