ફેડરલ એવિએશન ઍડ્મિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે આ અથડામણનું કારણ શું હતું એ વિશે તપાસ કરવામાં આવશે.
દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટર
અમેરિકાના ન્યુ જર્સીમાં હવામાં બે હેલિકૉપ્ટર અથડાયાં હતાં જેમાં એક પાઇલટે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો હતો જ્યારે બીજા હેલિકૉપ્ટરના પાઇલટની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. ન્યુ જર્સી શહેર પર હેમોન્ટન નજીક હવામાં અથડાયેલાં બેઉ હેલિકૉપ્ટરમાં ફક્ત પાઇલટ્સ જ સવાર હતા. આ દુર્ઘટનાને પગલે ઇમર્જન્સી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
સોશ્યલ મીડિયા પરના વિડિયોમાં હેલિકૉપ્ટર ક્રૅશ થતાં પહેલાં નિયંત્રણ બહાર જતાં દેખાતાં હતાં, ત્યાર બાદ ક્રૅશ-સ્થળ પરથી આગ અને ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. એક હેલિકૉપ્ટર જમીન પર ક્રૅશ થયું ત્યાં સુધીમાં આગમાં લપેટાઈ ગયું હતું. આ હેલિકૉપ્ટર ક્રૅશમાં ખરાબ રીતે બળી ગયું હતું અને પૂંછડીના ભાગ સિવાયનો બધો ભાગ રાખ થઈ ગયો હતો. બીજા હેલિકૉપ્ટરની પૂંછડી કપાઈ ગઈ છે અને અથડામણથી એના કૉકપિટનો ભાગ નાશ પામ્યો છે. ફેડરલ એવિએશન ઍડ્મિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે આ અથડામણનું કારણ શું હતું એ વિશે તપાસ કરવામાં આવશે.


