હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે આ જાહેરાત કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ ઇમિગ્રન્ટ્સની ચોક્કસ કેટેગરીઝ માટે એક્સપાયર થવા જઈ રહેલી વર્ક પરમિટ્સની મુદ્દતને ઑટોમેટિક લંબાવવાની જાહેરાત કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા તેમ જ દોઢ વર્ષ માટે એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન કાર્ડ્ઝ મેળવનારા એચ-1બી વિઝાધારકોના જીવનસાથીને લાભ થશે. હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે આ જાહેરાત કરવામાં આવી હતી. જેનાથી હજારો ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સને લાભ થવાની શક્યતા છે.
અત્યારના એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન કાર્ડ પર જે એક્સપાયરી ડેટ લખવામાં આવી છે એનો સમયગાળો ૧૮૦ દિવસ સુધીનો છે, પરંતુ હવે એને ઑટોમટિકલી વધારીને ૫૪૦ દિવસ સુધી કરવામાં આવશે. આ ટેમ્પરરી નિયમથી નાગરિક ન હોય, પરંતુ ઑટોમેટિક એક્સટેન્શન માટે પાત્ર હોય એવા લોકોને તેમની રોજગારી જાળવી રાખવામાં અને તેમના પરિવારોને મહત્ત્વનો સપોર્ટ સતત પૂરો પાડવાની તક આપશે. સાથે જ એનાથી અમેરિકન કંપનીઓનું કામકાજ ખોરવાઈ જતું પણ અટકશે.
ADVERTISEMENT
ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણી અજય જૈન ભુટોરિયાએ કહ્યું હતું કે ‘આ પરિવર્તનથી તાત્કાલિક ૮૭,૦૦૦ ઇમિગ્રન્ટ્સને લાભ થશે કે જેમને મળેલી કામ કરવાની મંજૂરીની મુદત પૂરી થઈ ગઈ છે કે પછી આગામી ૩૦ દિવસમાં પૂરી થવાની છે.’

