Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાની ઈરાન પર ભૂમિ-આક્રમણની તૈયારીઓ વધુ ગતિમાન

અમેરિકાની ઈરાન પર ભૂમિ-આક્રમણની તૈયારીઓ વધુ ગતિમાન

Published : 30 March, 2026 11:07 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૫૦૦ મરીન સૈનિકો ઉપરાંત મારક હેલિકૉપ્ટરો અને જેટ્સનો મોટો કાફલો પહોંચ્યો મિડલ ઈસ્ટમાં

સેન્ટકૉમ દ્વારા શૅર કરાયેલી ઇમેજમાં મરીન સીહૉક હેલિકૉપ્ટર, ઓસ્પ્રે ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ અને F-35 ફાઇટર જેટ સાથે સંપૂર્ણ લડાયક ગિયરમાં જોવા મળી રહ્યાં છે

સેન્ટકૉમ દ્વારા શૅર કરાયેલી ઇમેજમાં મરીન સીહૉક હેલિકૉપ્ટર, ઓસ્પ્રે ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ અને F-35 ફાઇટર જેટ સાથે સંપૂર્ણ લડાયક ગિયરમાં જોવા મળી રહ્યાં છે


અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જાહેરાત કરી છે કે અમેરિકન ઍમ્ફિબિયસ યુદ્ધજહાજ USS ત્રિપોલી પર ૩૫૦૦ મરીન મિડલ ઈસ્ટ પહોંચ્યા છે. છેલ્લાં ૨૦ વર્ષમાં આ ક્ષેત્રમાં પહેલી વાર આટલો મોટો અમેરિકન લશ્કરી કાફલો પહોંચ્યો છે. આ પગલાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે અમેરિકા ઈરાનમાં સંભવિત ભૂમિ-આક્રમણની તૈયારી કરી રહ્યું છે. આ સૈનિકો ઈરાન અને ખાર્ગ આઇલૅન્ડથી દૂરના અંતરે તહેનાત કરવામાં આવશે. USS ત્રિપોલી ૨૭ માર્ચે મિડલ ઈસ્ટમાં પહોંચ્યું હતું. ત્રિપોલી ઉભયજીવી અને વ્યૂહાત્મક લડાઈ ઍસેટ્સ સાથે પરિવહન અને સ્ટ્રાઇક વિમાનોનું મિશ્રણ છે.

ઈરાન યુદ્ધને શુક્રવારે એક મહિનો પૂરો થતાં અમેરિકાએ મિડલ ઈસ્ટમાં એની લશ્કરી હાજરી વધારી દીધી છે. સેન્ટકૉમ દ્વારા શૅર કરાયેલી ઇમેજમાં મરીન સીહૉક હેલિકૉપ્ટર, ઓસ્પ્રે ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ અને F-35 ફાઇટર જેટ સાથે સંપૂર્ણ લડાયક ગિયરમાં જોવા મળી રહ્યાં છે. મિડલ ઈસ્ટમાં પહેલેથી જ લગભગ ૫૦,૦૦૦ અમેરિકન સૈનિકો તહેનાત છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 11:07 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK