ફ્લૉરિડાની તમામ સ્ટેટ યુનિવર્સિટીઝને H-1B વીઝાના વપરાશ પર રોક લગાવી દેવાનો આદેશ આપવાના છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ફ્લૉરિડા સ્ટેટના ગવર્નરે ગઈકાલે એક આંચકાજનક જાહેરાત કરીને ભારતીયોને ચિંતામાં મૂકી દીધા હતા. ગવર્નર રૉન ડિસેન્ટિસે સાઉથ ફ્લૉરિડા યુનિવર્સિટીમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે ફ્લૉરિડાની તમામ સ્ટેટ યુનિવર્સિટીઝને H-1B વીઝાના વપરાશ પર રોક લગાવી દેવાનો આદેશ આપવાના છે. આ નિર્ણય ફ્લૉરિડાના સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ફ્લૉરિડાના ગવર્નરે એવું પણ કહ્યું હતું કે ફ્લૉરિડા સ્ટેટ દ્વારા H-1B એમ્પ્લૉઈઝનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. H-1B વીઝા પ્રોગ્રામ સ્પેશ્યલિટી ઑક્યુપેશન માટે ફૉરેન વર્કર્સને નોકરી પર રાખવાની પરવાનગી આપે છે, પણ આ પ્રોગ્રામનો ગેરલાભ ઊઠાવાય છે અને અહીંના સ્થાનિક લોકો કરી શકે એવાં કામ માટે પણ યુનિવર્સિટીઝ વિદેશી લોકોને નોકરી પર રાખે છે, કારણ કે તેમના માટે એ ચીપ લેબર છે.


