અમુક ડેટા મુજબ ભારતમાં દર ૪૦ સેકન્ડે એક વ્યક્તિને સ્ટ્રોક આવે છે અને દર ૪ મિનિટે એક વ્યક્તિ સ્ટ્રોકને કારણે જીવ ગુમાવે છે
સ્ટ્રોક સામે લડી ચૂકેલી અને એમાંથી સ્વસ્થ રીતે ઊગરેલી વ્યક્તિઓ દ્વારા બનાવેલી કલાકૃતિઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
અમુક ડેટા મુજબ ભારતમાં દર ૪૦ સેકન્ડે એક વ્યક્તિને સ્ટ્રોક આવે છે અને દર ૪ મિનિટે એક વ્યક્તિ સ્ટ્રોકને કારણે જીવ ગુમાવે છે. આ દર ઘટાડી શકાય એમ છે જો સ્ટ્રોકનાં લક્ષણો જણાયા બાદ એક કલાકમાં ટ્રીટમેન્ટ મળે તો. તેથી જ આ વર્ષના વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ હતી એવરી મિનિટ કાઉન્ટ્સ. ગ્લેનીગલ્સ હૉસ્પિટલના સહયોગમાં લોઅર પરેલમાં આવેલા ફીનિક્સ પૅલૅડિયમ મૉલમાં ગઈ કાલે વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે લોકોમાં અવેરનેસ આવે એ માટે ૬ ફુટની ડિજિટલ ઘડિયાળ મૂકવામાં આવી હતી જે સ્ટ્રોક આવ્યા પછીના ગોલ્ડન અવરને રિપ્રેઝન્ટ કરતી હતી. ઉપરાંત સ્ટ્રોક સામે લડી ચૂકેલી અને એમાંથી સ્વસ્થ રીતે ઊગરેલી વ્યક્તિઓ દ્વારા બનાવેલી કલાકૃતિઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એમાં એક મહત્ત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો કે સ્ટ્રોક ચેતવણી વિના આવે ત્યારે તૈયારી અને જાગૃતિ ભયને આશામાં ફેરવી શકે છે.


