મંદિરના નિર્માણ માટે દાનનો પ્રવાહ વહ્યો, તમામ દાતાઓને ધ્વજારોહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવશે
રામલલ્લા
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી હતી કે ભગવાન રામના ભક્તોએ અત્યાર સુધીમાં રામલલા માટે ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. ૨૦૨૨ પછી પણ દેશભરના ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે ઉદારતાથી યોગદાન આપ્યું છે અને મંદિર માટે દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે. ઘણા ભક્તોએ રામલલાના મંદિરના નિર્માણમાં ઘણી મોટી રકમનું યોગદાન આપ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભવન નિર્માણ સમિતિએ હવે નિર્ણય કર્યો છે કે આવા ભક્ત-દાતાઓને પણ ૨૫ નવેમ્બરના ધ્વજારોહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત રામ મંદિરના શિખર પર સૂર્યધ્વજ ફરકાવશે.


