આ ઘટના પહેલી સપ્ટેમ્બરે અમેરિકામાં ઊજવવામાં આવતા મજૂર દિવસે બની હતી અને વાઇટ હાઉસના પ્રતિબંધિત વિસ્તાર નજીક કૅમેરામાં કેદ થઈ હતી
વાઇટ હાઉસ
અમેરિકાના પ્રેસિડન્ટના સત્તાવાર નિવાસસ્થાન વાઇટ હાઉસના બીજા માળની બારીમાંથી બ્લૅક કલરની એક રહસ્યમય બૅગ ફેંકવામાં આવી રહી છે એવો એક મિનિટ ૨૩ સેકન્ડનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે અને કરોડો લોકોએ એ જોઈ લીધો છે. જોકે એ બ્લૅક બૅગમાં શું હતું અને એને વાઇટ હાઉસના બીજા માળેથી કેમ ફેંકવામાં આવી એ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના સ્પષ્ટપણે માનક પ્રોટોકૉલનું ઉલ્લંઘન છે.
આ ઘટના પહેલી સપ્ટેમ્બરે અમેરિકામાં ઊજવવામાં આવતા મજૂર દિવસે બની હતી અને વાઇટ હાઉસના પ્રતિબંધિત વિસ્તાર નજીક કૅમેરામાં કેદ થઈ હતી. એક સોશ્યલ મીડિયા યુઝરે મજાકમાં લખ્યું હતું કે ભાગી જવાનો પ્રયાસ કરી રહેલાં ફર્સ્ટ લેડી મેલૅનિયા ટ્રમ્પ દ્વારા આ બૅગ ફેંકવામાં આવી હતી.

