કૅનેડાની બલોચ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા ડૉ. મહરાંગ બલોચ અને BYC નેતાઓની ગેરકાયદેસર અટકાયત સામે લોન્ગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન ટોરોન્ટોમાં યોજાયો હતો અને 12 એપ્રિલે ડૉ. મહરાંગ બલોચની તાત્કાલિક મુક્તિની માગણી કરતા સેંકડો પ્રદર્શનકારીઓ તેમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ કૅનેડિયન સરકારને વિનંતી કરી હતી કે તેઓ ડૉ. મહરાંગ બલોચ અને અન્ય બલોચ કાર્યકરોને મુક્ત કરવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. અગાઉ બલુચિસ્તાન હાઇ કોર્ટે 11 એપ્રિલે મહરાંગ બલોચની અટકાયતને પડકારતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.