આ વર્ષમાં આ સ્ટૉક ૧૨૦૦ ટકા કરતાં વધુ ઊંચકાયો છે. સોલાનાની વધુ ખરીદી સાથે હવે કંપની પાસે ૧,૬૩,૬૫૧ યુનિટ છે જેનું મૂલ્ય અંદાજે ૨૧ મિલ્યન ડૉલર થાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પરંપરાગત ફાઇનૅન્સને ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્સ સાથે સાંકળવા માગતી અમેરિકાની સૉફ્ટવેર કંપની જૅનોવરે મંગળવારે લગભગ ૧૦.૫ મિલ્યન ડૉલરમાં ૮૦,૫૬૭ સોલાના ખરીદ્યા હોવાની જાહેરાત કરી હતી. કંપનીએ ડિજિટલ ટ્રૅઝરી પ્લાન હેઠળ ત્રીજી વાર સોલાનાની ખરીદી કરી છે.
નોંધનીય છે કે જૅનોવરનો શૅર સોમવારે ૬૬ ડૉલરના સર્વોચ્ચ ભાવે પહોંચ્યો હતો. આ વર્ષમાં આ સ્ટૉક ૧૨૦૦ ટકા કરતાં વધુ ઊંચકાયો છે. સોલાનાની વધુ ખરીદી સાથે હવે કંપની પાસે ૧,૬૩,૬૫૧ યુનિટ છે જેનું મૂલ્ય અંદાજે ૨૧ મિલ્યન ડૉલર થાય છે.
ADVERTISEMENT
અહીં એ પણ જણાવવું રહ્યું કે જૅનોવરમાં હાલમાં મુખ્યાધિકારીઓ બદલાયા છે. ક્રેકનના ભૂતપૂર્વ અધિકારીઓએ કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. આ મહિનાના પ્રારંભે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે નવી ટ્રૅઝરી પૉલિસી મંજૂર કરીને લાંબા ગાળા માટે ક્રિપ્ટો ઍસેટ્સ ભેગી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. વળી, કંપની પોતાનું નામ બદલીને ડિફાઇ ડેવલપમેન્ટ કૉર્પોરેશન કરવાની છે.
અહીં જણાવવું રહ્યું કે સોલાના કૉઇન ઝડપી વ્યવહારો, ઓછી ફી અને ડિસેન્ટ્રલાઇઝ્ડ ઍપ્લિકેશન્સમાં રિયલ ટાઇમ ઉપયોગ માટે જાણીતો છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટના કૅપિટલાઇઝેશનમાં ૧.૧૦ ટકા ઘટાડો થયો હતો. બિટકૉઇન ૦.૩૯ ટકા, ઇથેરિયમ ૩.૦૩ ટકા, એક્સઆરપી ૦.૫૪ ટકા, સોલાના ૧.૭૫ ટકા અને ડોઝકૉઇન ૪.૭૨ ટકા ઘટ્યા હતા.

