મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે પોતાની વાર્ષિક જનરલ મીટિંગ દરમ્યાન આ ૬૦ વર્ષના અમ્પાયરને શ્રદ્ધાજંલિ આપી હતી.
૬૦ વર્ષના અમ્પાયર પ્રસાદ માલગાેનકર
ગઈ કાલે ક્રૉસ મેદાનની સુંદર ક્રિકેટ ક્લબની પિચ પર એક ક્લબ લેવલની અન્ડર-19 મૅચ દરમ્યાન ૬૦ વર્ષના અમ્પાયર પ્રસાદ માલગાેનકરનું અચાનક મૃત્યુ હતું. કે.આર.પી ઇલેવન અને ક્રેસેન્ટ ક્રિકેટ ક્લબ વચ્ચેની આ ભામા કપ અન્ડર-19 મૅચની અગિયારમી ઓવર દરમ્યાન તે સ્ક્વેર લેગ પર ઊભા રહીને અમ્પાયરિંગ કરી રહ્યા હતા એ સમયે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ મેદાન પર ઢળી પડ્યા હતા.
બૉમ્બે હૉસ્ટિપલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર તેમને સારવાર માટે લાવવા પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. સાથી અમ્પાયરે ખુલાસો કર્યો કે ટૉસ પહેલાં ઍસિડિટીની સમસ્યા હોવા છતાં તેમણે આરામ કરવાને બદલે પોતાની ફરજ નિભાવવાનું નક્કી કર્યું હતું. મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે પોતાની વાર્ષિક જનરલ મીટિંગ દરમ્યાન આ ૬૦ વર્ષના અમ્પાયરને શ્રદ્ધાજંલિ આપી હતી.

