વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સિંગાપોરની તેમની મુલાકાત પૂર્ણ કરી હતી અને સિંગાપોર અને બ્રુનેઈની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી છઠ્ઠી સપ્ટેમ્બરે દિલ્હી પહોંચ્યા હતા. પીએમ મોદીએ X પર તેમની સિંગાપોર મુલાકાતનો વીડિયો શૅર કર્યો અને કહ્યું, “મારી સિંગાપોરની મુલાકાત ખૂબ જ ફળદાયી રહી છે. તે ચોક્કસપણે દ્વિપક્ષીય સંબંધોમાં જોશ વધારશે અને આપણા રાષ્ટ્રોના લોકોને લાભ કરશે. હું સિંગાપોરની સરકાર અને લોકોએ આપેલા પ્રેમ માટે આભાર માનું છું.