પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 જુલાઈ, 2025થી પાંચ દિવસની વિદેશ મુલાકાત પર રવાના થવાના છે, જેમાં તેઓ ઘાના, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. આ પ્રવાસ ભારતની ‘ગ્લોબલ સાઉથ’ નીતિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું છે, જે આર્થિક સહયોગ, સાંસ્કૃતિક સંબંધો અને વૈશ્વિક મંચો પર નેતૃત્વ મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.
આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના પહોંચવાના છે, જ્યાં ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. જુઓ કેવી રીતે આ ઉત્સાહિત લોકોને વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પૂરી તૈયારી સાથે રાહ જોતા દેખાઈ રહ્યા છે.