વિરાર-વેસ્ટમાં આગાશી ઉંબરગોઠણ ગામમાં પરિવાર સાથે રહેતા ૧૨ વર્ષના સ્પર્શ પાટીલે ગઈ કાલે ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ નૅશનલ સ્કૂલમાં ભણતો સ્પર્શ તેનાં માતા-પિતા અને મોટી બહેન સાથે રહેતો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વિરાર-વેસ્ટમાં આગાશી ઉંબરગોઠણ ગામમાં પરિવાર સાથે રહેતા ૧૨ વર્ષના સ્પર્શ પાટીલે ગઈ કાલે ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ નૅશનલ સ્કૂલમાં ભણતો સ્પર્શ પાટીલ તેનાં માતા-પિતા અને મોટી બહેન સાથે રહેતો હતો. ગઈ કાલે સ્પર્શ તેની રૂમમાં અભ્યાસ કરતો હતો. સ્પર્શનાં મમ્મી બપોરના સમયે સ્પર્શના રૂમમાં ગયાં ત્યારે તેમણે પુત્રને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. તેમણે બૂમાબૂમ કરીને બધાને બોલાવ્યા હતા. સ્પર્શને નીચે ઉતારીને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેના શ્વાસ બંધ થઈ ગયા હોવાનું કહ્યું હતું. સ્પર્શે અચાનક આત્મહત્યા કરવાનું પગલું ભરવા સામે તેના પરિવારજનો ચોંકી ગયા છે. અર્નાળા પોલીસે સ્પર્શ પાટીલના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

