Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાયગાવ બ્રિજ પરથી ૧૫ વર્ષની ટીનેજર ખાડીમાં પડી ગઈ, માછીમારે બચાવી લીધી

નાયગાવ બ્રિજ પરથી ૧૫ વર્ષની ટીનેજર ખાડીમાં પડી ગઈ, માછીમારે બચાવી લીધી

Published : 26 April, 2026 08:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના શનિવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. એ ટીનેજર એક મિત્ર સાથે વાત કરી રહી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈના નાયગાવ ફ્લાયઓવર પર શુક્રવારે મોડી રાત્રે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ૧૫ વર્ષની એક ટીનેજર પુલના પેરાપેટ પર બેઠી હતી ત્યારે સંતુલન ગુમાવી દેતાં લગભગ ૭૦ ફુટ નીચે પાણીમાં પડી ગઈ હતી. આ ઘટના શનિવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. એ ટીનેજર એક મિત્ર સાથે વાત કરી રહી હતી.

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલી માહિતી અનુસાર ટીનેજર ફ્લાયઓવરની ધાર પર બેઠી હતી ત્યારે અચાનક લપસી ગઈ હતી અને નીચે પાણીમાં પડી ગઈ હતી, જેને કારણે આસપાસના સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.  એ સમયે એક માછીમારે જોયું કે કોઈ પાણીમાં પડ્યું છે. એટલે તેણે તરત જ ખાડીમાં કૂદકો મારીને ટીનેજરને બચાવી લીધી હતી. ત્યાર બાદ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેની હાલત સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK