મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લોનાવલા પાસે પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જૅમ
યુવતીએ આત્મહત્યા કરી એ સોસાયટી.
મુલુંડ-વેસ્ટના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલી BMC કૉલોનીના સિદ્ધાર્થનગરની SRA સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષની એક યુવતીએ વીસમા માળની ટેરેસ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે સાંજે સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ મુલુંડ પોલીસે અકસ્માત્ મૃત્યુની નોંધ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવતીનાં લગ્ન ૨૮ એપ્રિલે નક્કી થયાં હતાં. એ પહેલાં જ તેણે આવું પગલું ભરતાં અનેક સવાલો ઊભા થયા છે. યુવતીએ આત્મહત્યા શા માટે કરી એની વિગતવાર માહિતી મેળવવા માટે પોલીસ તપાસ કી રહી છે.
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આત્મહત્યા કરનાર યુવતી સિદ્ધાર્થનગરની SRA સોસાયટીમાં બારમા માળે ભાડા પર પરિવાર સાથે રહેતી હતી. થોડા વખત પહેલાં જ તે અહીં રહેવા આવી હતી. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ યુવતીએ વીસમા માળની ટેરેસ પરથી ઝંપલાવી દીધું હોવાની અમને જાણ થઈ હતી. મૃતદેહને કબજામાં લઈને આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કેસમાં તેના પરિવારના સભ્યોનાં નિવેદનો લઈને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર યુવતીનાં ૨૮ એપ્રિલે લગ્ન હોવાની માહિતી મળી છે. આ કેસમાં સુસાઇડ-નોટ મળી નથી.’
