Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બારામતીની પેટાચૂંટણીમાં ૫૭.૪૮ ટકા મતદાન સુનેત્રા પવારની જીત લગભગ નિશ્ચિત

બારામતીની પેટાચૂંટણીમાં ૫૭.૪૮ ટકા મતદાન સુનેત્રા પવારની જીત લગભગ નિશ્ચિત

Published : 24 April, 2026 08:06 AM | IST | Baramati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું

સુનેત્રા પવાર

સુનેત્રા પવાર


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું. ચૂંટણીપંચના આંકડા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં બારામતીમાં ૫૭.૪૮ ટકા અને રાહુરી બેઠક પર ૫૦.૭૪ ટકા મતદાન થયું હતું.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) દ્વારા અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તેમની આ પ્રથમ ચૂંટણી હોવા છતાં અજિત પવારના નિધન બાદ સહાનુભૂતિ અને પવાર પરિવારના ગઢ સમાન આ વિસ્તારમાં કોઈ મોટા રાજકીય પક્ષે તેમની સામે ઉમેદવાર ન ઉતારતાં સુનેત્રા પવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.



સુનેત્રા પવાર, તેમના જેઠ શ્રીનિવાસ પવાર અને જેઠાણી શર્મિલા પવારે વહેલી સવારે કાટેવાડી મતદાનમથક પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહિલ્યાનગર જિલ્લાની રાહુરી બેઠક પર પણ આજે મતદાન યોજાયું હતું, જ્યાં સાંજ સુધીમાં ૫૦.૪૭ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 08:06 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK