આ પ્રસંગે ૪ દિવસના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારિકાધીશધામ
વિરારના શિરગાંવમાં દ્વારિકાધીશનું એક નવું ભવ્ય મંદિર બન્યું છે. ગઈ કાલે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ મંદિરમાં ‘૧૦૦૮’ પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ભૂતપૂર્વ વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરનાં પત્ની પ્રવીણા ઠાકુરે આ મંદિર બનાવડાવ્યું છે. પ્રવીણા ઠાકુર મૂળ ગુજરાતી છે. તેઓ દ્વારિકાધીશનાં ભક્ત હોવાથી તેમની બહુ ઇચ્છા હતી કે વિરારમાં દ્વારિકાધીશનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવે. ગઈ કાલના પ્રાણપ્રતિષ્ઠાના પૂજા સમારોહમાં ઠાકુર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ૪ દિવસના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પ્રભુભજન, છપ્પનભોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભંડારા અને ગુજરાતી ડાયરાનું પણ આયોજન થવાનું છે.


