IIT Bombay Name to be Changed: દેવેન્દ્ર ફડણવીસે BMC ચૂંટણીઓ વચ્ચે મુંબઈ સ્થિત IITનું નામ બદલવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે કહ્યું કે તેઓ IIT બોમ્બેને બદલીને IIT મુંબઈ કરવા માટે PM મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને પત્ર લખશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત IITનું નામ બદલવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે કહ્યું કે તેઓ IIT બૉમ્બેને બદલીને IIT મુંબઈ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને પત્ર લખશે. આઈઆઈટી બૉમ્બેની સ્થાપના ૧૯૫૮માં થઈ હતી. તેનો શિલાન્યાસ ૧૦ માર્ચ, ૧૯૫૮ના રોજ ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૬૧માં સંસદે તેને "રાષ્ટ્રીય મહત્વની સંસ્થા"નો દરજ્જો આપ્યો હતો. દેશ અને વિશ્વની પ્રતિષ્ઠિત ટેકનિકલ સંસ્થાઓમાં સામેલ આ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા હજી પણ પોતાના નામમાં મુંબઈને બદલે બૉમ્બેનો ઉપયોગ કરી રહી છે. બૉમ્બે એક દ્વિભાષી રાજ્ય (મહારાષ્ટ્ર અને ગુજરાત) ની રાજધાની હતી. બૉમ્બે રાજ્યથી અલગ થઈને બંને રાજ્યોની રચના કરવામાં આવી હતી. ઐતિહાસિક દ્રષ્ટિએ, `બૉમ્બે` નામ પોર્ટુગીઝ શબ્દ `બોમ્બમ` અથવા `બોમ બામ` નું અંગ્રેજી સ્વરૂપ હતું, જેનો અર્થ સારું બંદર થાય છે. જ્યારે બૉમ્બેનું નામ બદલીને મુંબઈ રાખવામાં આવ્યું, ત્યારે તેને `મુંબઈ` શબ્દનું પુનઃસ્થાપન માનવામાં આવતું હતું, જેનો ઉપયોગ મુંબઈના સ્થાનિકો અને ગુજરાતીઓ સદીઓથી કરતા હતા. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને બોલીવુડને કારણે તેને સપનાઓનું શહેર તરીકે ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
નહેરુએ શિલાન્યાસ કર્યો
આઈઆઈટી બૉમ્બેની સ્થાપના ૧૯૫૮માં થઈ હતી. તેનો શિલાન્યાસ ૧૦ માર્ચ, ૧૯૫૮ના રોજ ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૬૧માં સંસદે તેને "રાષ્ટ્રીય મહત્વની સંસ્થા"નો દરજ્જો આપ્યો હતો. ફડણવીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્ર મુંબઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યું છે. આઈઆઈટી બૉમ્બેએ વર્ષોથી મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અગાઉ બૉમ્બે તરીકે જાણીતી હતી. ૪ માર્ચ, ૧૯૯૫ના રોજ, મહારાષ્ટ્ર સરકારે સત્તાવાર રીતે બૉમ્બેથી મુંબઈ નામ બદલીને મુંબઈ રાખ્યું. આ નામ શહેરની મૂળ દેવી મુમ્બા દેવીના માનમાં આપવામાં આવ્યું હતું.
બૉમ્બે શબ્દ ક્યાંથી આવ્યો?
ઐતિહાસિક દ્રષ્ટિએ, `બૉમ્બે` નામ પોર્ટુગીઝ શબ્દ `બોમ્બમ` અથવા `બોમ બામ` નું અંગ્રેજી સ્વરૂપ હતું, જેનો અર્થ સારું બંદર થાય છે. જ્યારે બૉમ્બેનું નામ બદલીને મુંબઈ રાખવામાં આવ્યું, ત્યારે તેને `મુંબઈ` શબ્દનું પુનઃસ્થાપન માનવામાં આવતું હતું, જેનો ઉપયોગ મુંબઈના સ્થાનિકો અને ગુજરાતીઓ સદીઓથી કરતા હતા. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને બોલીવુડને કારણે તેને સપનાઓનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈ નામ મુમ્બા દેવી પરથી ઉતરી આવ્યું છે, જે સ્થાનિક કોળી માછીમાર સમુદાય દ્વારા પૂજાય છે. આ નામમાં મરાઠી શબ્દ `આઈ` પણ શામેલ છે, જેનો અર્થ માતા થાય છે.


