Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં પત્ની સાથે અફેર હોવાની શંકાથી એક શાકવાળાએ બીજા શાકવાળાની હત્યા કરી

મુલુંડમાં પત્ની સાથે અફેર હોવાની શંકાથી એક શાકવાળાએ બીજા શાકવાળાની હત્યા કરી

Published : 04 May, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડ પોલીસને આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ કરીને ગણતરીના કલાકોમાં રાકેશને ઝડપી લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુલુંડ-વેસ્ટમાં જે. એન. રોડ પર શનિવારે રાતે ૯.૩૦ વાગ્યે માર્કેટમાં શાકનો ધંધો કરતા એક ફેરિયાએ બીજા ફેરિયાને શાક સમારવાના ચાકુના વાર કરીને મારી નાખ્યો હતો.

શાક વેચતા ૪૨ વર્ષના રાકેશ ધીવરને શંકા હતી કે ૨૪ વર્ષનો ફેરિયો સંતોષ બિંદ તેની પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવે છે. એથી તેમની વચ્ચે ખટરાગ ચાલતો હતો. શુક્રવારે પણ તેમની વચ્ચે આ જ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. થોડી જ ક્ષણોમાં ઉશ્કેરાઈ ગયેલા રાકેશ ધિવરે સાથે લાવેલા શાક કાપવાના ચાકુથી સંતોષના ચહેરા, ગળા અને છાતી પર તથા પેટમાં અને પીઠ પર વાર કર્યા હતા. રાકેશ ભરબજારે અનેક લોકોની હાજરીમાં સંતોષ પર હુમલો કરી તેની હત્યા કરીને નાસી જતાં દેકારો મચી ગયો હતો.



મુલુંડ પોલીસને આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ કરીને ગણતરીના કલાકોમાં રાકેશને ઝડપી લીધો હતો અને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૭ મે સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK