Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રિટાયર થઈ રહેલી મમ્મીને નોકરીના છેલ્લા દિવસે દીકરાએ ગિફ્ટ આપી ૧૦ રૂપિયાની નોટોથી સજાવેલી નવીનક્કોર કાર

રિટાયર થઈ રહેલી મમ્મીને નોકરીના છેલ્લા દિવસે દીકરાએ ગિફ્ટ આપી ૧૦ રૂપિયાની નોટોથી સજાવેલી નવીનક્કોર કાર

Published : 04 May, 2026 11:54 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણાના જિંદ જિલ્લામાં જુલાના ગામમાં તાજેતરમાં થયેલી એક મહિલાની રિટાયરમેન્ટ પાર્ટી ચર્ચાનો વિષય બની છે.

પૈસાની ચાદર ઓઢેલી આ કાર જ્યાં-જ્યાંથી પસાર થઈ ત્યાં લોકોએ એની તસવીરો ખેંચી લીધી હતી

અજબ ગજબ

પૈસાની ચાદર ઓઢેલી આ કાર જ્યાં-જ્યાંથી પસાર થઈ ત્યાં લોકોએ એની તસવીરો ખેંચી લીધી હતી


હરિયાણાના જિંદ જિલ્લામાં જુલાના ગામમાં તાજેતરમાં થયેલી એક મહિલાની રિટાયરમેન્ટ પાર્ટી ચર્ચાનો વિષય બની છે. એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં તહેનાત નર્સિંગ ઑફિસર શાન દેવીએ જિંદગીનાં ૪૦ વર્ષ દરદીઓની સર્વિસમાં લગાવ્યા પછી તેઓ રિટાયર થયાં હતાં. સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી જ્યારે તેઓ વિદાય લઈને છેલ્લા દિવસે પોતાના ઘરે જતાં હતાં ત્યારે સહકર્મચારીઓએ તો તેમને ભાવભીની વિદાય આપી જ, પરંતુ તેમના દીકરાએ તેમનું જે ઉષ્માભર્યું સ્વાગત કર્યું એ અનોખું હતું. નિવૃત્ત થયેલાં શાન દેવીને તેમના દીકરાએ એક નવીનક્કોર કાર ગિફ્ટમાં આપી હતી. આ કાર જ્યારે દીકરાએ મા સામે રજૂ કરી ત્યારે એની સજાવટ પણ અનોખી હતી. કાર પર દસ-દસ રૂપિયાને જોડીને એક ચાદર બનાવવામાં આવી હતી. આ નોટોની ચાદરથી કાર ઢંકાયેલી હતી. જેવાં શાનદેવી તેમની ઑફિસમાંથી બહાર આવ્યાં અને ઘરે જવા નીકળ્યાં એટલે તેમના દીકરાએ મમ્મીનું સ્વાગત એક રાણીની જેમ કર્યું. ડ્રાઇવર-સીટની બાજુની બારીને છોડીને આખી કારને ૧૦-૧૦ રૂપિયાની નોટથી ઢાંકી દીધી હતી. દીકરાએ કહ્યું હતું કે આ કંઈ મોંઘી ગિફ્ટ જ નહોતી, પરંતુ માએ અત્યાર સુધી કરેલા સંઘર્ષો બદલ રૉયલ સલામ હતી.

પૈસાની ચાદર ઓઢેલી આ કાર જ્યાં-જ્યાંથી પસાર થઈ ત્યાં લોકોએ એની તસવીરો ખેંચી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 11:54 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK