પોલીસે ૪૦ વર્ષની આ આરોપીની ધરપકડ કરી, બીજી ત્રણ મહિલા સ્ટાફ-મેમ્બર્સની પૂછપરછ ચાલુ
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલી એક જાણીતી સ્કૂલમાં ૪ વર્ષની વિદ્યાર્થિનીની જાતીય સતામણી થઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ કેસમાં પોલીસે ૪૦ વર્ષની મહિલા સ્ટાફ-મેમ્બરની ધરપકડ કરી છે અને બીજા સ્ટાફ-મેમ્બર્સની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ આપેલી માહિતી મુજબ ૧૬ સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીનાં દાદી તેને સ્કૂલથી ઘરે લાવ્યા પછી તેનાં કપડાં બદલાવતાં હતાં ત્યારે બાળકીએ તેના પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થતો હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ બાળકીને ડૉક્ટર પાસે લઈ જઈને ચેકઅપ કરાવ્યું હતું. ચેકઅપ દરમ્યાન બાળકી સાથે અનિચ્છનીય બનાવ બન્યો હોવાનું જણાતાં બાળકીના પરિવારજનોએ સ્કૂલના પ્રિન્સિપાલ અને ગોરેગામ પોલીસને ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
ગોરેગામ પોલીસે સ્કૂલમાં તપાસ કરીને સ્ટાફની પૂછપરછ કરતાં આ બનાવમાં મહિલા-સ્ટાફની સંડોવણી સામે આવી હતી. પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) હેઠળ ગુનો નોંધીને એક મહિલા સ્ટાફ-મેમ્બરની ધરપકડ કરીને ૧૯ સપ્ટેમ્બર સુધી તેને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવી છે. અન્ય ૩ મહિલા સ્ટાફ-મેમ્બરની પૂછપરછ ચાલુ હોવાનું પોલીસ જણાવ્યું હતું.

