નરેન્દ્ર મોદીનો માસિક પગાર ૧,૬૬,૦૦૦ રૂપિયા છે.
નરેન્દ્ર મોદી
ઘણા લોકો માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર ખૂબ ઊંચો છે, પરંતુ એવું બિલકુલ નથી. નરેન્દ્ર મોદીનો માસિક પગાર ૧,૬૬,૦૦૦ રૂપિયા છે. સરકારી રેકૉર્ડ મુજબ તેમને ૫૦,૦૦૦ રૂપિયાનો મૂળભૂત પગાર મળે છે અને ૩૦૦૦ રૂપિયા ભથ્થું આપવામાં આવે છે. આ સિવાય ૬૨,૦૦૦ રૂપિયા માસિક ભથ્થું અને મતવિસ્તારમાં ફરવા માટે માસિક ૪૫,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. આમ કુલ પગાર મહિને ૧,૬૬,૦૦૦ રૂપિયા થાય છે. આમ વર્ષે તેમને ૧૯,૯૨,૦૦૦ રૂપિયા પગાર મળે છે. આ હિસાબે નરેન્દ્ર મોદીનો દૈનિક પગાર ૫૫૩૩.૩૩ રૂપિયા અને સાપ્તાહિક પગાર ૩૮,૭૩૩.૩૩ રૂપિયા છે.

