Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યમાં હવે સ્થાવર મિલકતની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત

રાજ્યમાં હવે સ્થાવર મિલકતની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત

Published : 05 October, 2026 07:23 AM | Modified : 05 October, 2026 08:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રૉપર્ટી-ટ્રાન્ઝૅક્શનમાં છેતરપિંડી રોકવા ૬૩ પ્રકારના દસ્તાવેજો માટે નિયમ લાગુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં સ્થાવર મિલકત (ઇમ્મૂવેબલ પ્રૉપર્ટી) સંબંધિત દસ્તાવેજોની નોંધણી માટે એક ઑક્ટોબરથી આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રિયલ એસ્ટેટ અને મિલકતના વ્યવહારોમાં થતી છેતરપિંડી અટકાવવા માટે મહેસૂલ વિભાગ દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ વગર હવેથી કોઈ પણ દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે નહીં.

મહેસૂલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ નવો નિયમ કુલ ૬૩ પ્રકારના દસ્તાવેજોના રજિસ્ટ્રેશન પર લાગુ થશે જેમાં મિલકતના સેલ-ડીડ, ખરીદી, મૉર્ગેજ અને પાર્ટિશન-ડીડ જેવા તમામ મહત્ત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.



નવી જોગવાઈઓ મુજબ જે વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ નથી તેમણે આધાર માટે અરજી કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે અને એની સાથે સરકારમાન્ય અન્ય આઇડેન્ટિટી કાર્ડ જમા કરાવવાં પડશે. 


અધિકારીએ ઉમેર્યું હતું કે આવા કિસ્સામાં પક્ષકારોએ સોદા સાથે સંકળાયેલી સંબંધિત વ્યક્તિ સાથેના સંબંધો સાબિત કરતા દસ્તાવેજો પણ આપવા પડશે. તમામ સબમિટ કરાયેલા દસ્તાવેજો અને  ઓળખ-વિગતોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ પ્રૉપર્ટી-ટ્રાન્ઝૅક્શનને આખરી મંજૂરી આપવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK