Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૬૦ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ દહિસરમાં બે વર્ષે ધરપકડ થઈ અમદાવાદથી

૬૦ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ દહિસરમાં બે વર્ષે ધરપકડ થઈ અમદાવાદથી

Published : 18 February, 2026 08:28 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપીને ૧૦૦થી વધારે લોકો સાથે ચીટિંગ કરી હોવાનો સુજિત જાદવ સામે આરોપ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો આરોપી સુજિત જાદવ નીચે બેઠો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો આરોપી સુજિત જાદવ નીચે બેઠો છે.


દહિસરમાં ઑફિસ ખોલીને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપીને ૧૦૦થી વધુ લોકો સાથે અંદાજે ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપ અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (MPID) ઍક્ટ હેઠળના ગુનામાં છેલ્લાં બે વર્ષથી વૉન્ટેડ આરોપી સુજિત જાદવને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમદાવાદ ઍરપોર્ટ પાસેથી ઝડપી લીધો હતો. આરોપીને દહિસર પોલીસને સોંપવામાં આવ્યો છે.  

સુજિત જાદવે ૨૦૨૧માં દહિસરમાં ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ નામથી અન્ય બે ભાગીદારો સાથે મળીને ઑફિસ ખોલી હતી. દહિસર અને આસપાસના વિસ્તારમાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ૪ ગણો પ્રૉફિટ મળશે એવી લાલચો આપતાં ઘણા બધા ગ્રાહકોએ એમાં ઇન્વેસ્ટ કર્યું હતું. ઇન્વેસ્ટરોના રૂપિયા લઈને સુજિત જાદવ ભાગી ગયો હતો. મુંબઈના દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા MPID ઍક્ટ ૩ અને ૪ મુજબના ગુનામાં છેલ્લાં બે વર્ષથી આરોપી સુજિત જાદવ નાસતો ફરી રહ્યો હતો. આ ઉપરાંત દહિસર પોલીસ-સ્ટેશનમાં તેની સામે બીજા ગુના પણ નોંધાયા છે. 
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુજિત જાદવને બાતમીના આધારે ઝડપી લીધો હતો અને દહિસર પોલીસને સોંપ્યો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી વધુ પ્રૉફિટની લાલચ આપીને ૧૦૦થી વધુ લોકો સાથે ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. સુજિત જાદવ ધોરણ ૧૨ સુધી ભણેલો છે, પરંતુ તે સૉફ્ટવેર ડેવલપરનું કામ સારું જાણે છે. તેની પાસે ક્રિપ્ટોકરન્સી અને બિટકૉઇન બાબતે નૉલેજ છે. અગાઉ તેની પાસે બિટકૉઇન હતા પણ મોજશોખમાં પૈસા વપરાઈ ગયા. સૉફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરતો સુજિત જાદવ મૂળ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના કોરેગાવ તાલુકાના ત્રિપુટીનો છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તે અમદાવાદમાં નરોડા વિસ્તારમાં રહેતો હતો.’  


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 08:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK