શ્વાનોની મૂવમેન્ટના મૅપની મદદથી હુમલાઓ રોકવાની કોશિશ
પ્રતીકાત્મક તસવીર
શહેરમાં રખડતા શ્વાનની હેલ્થ, મોબિલિટી અને વર્તનને વધુ સારી રીતે ટ્રૅક કરી શકે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ સિસ્ટમ લાગુ કરશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO) અને સ્ટાર્ટઅપ મળીને શરૂઆતમાં ૧૦૦૦ જેટલાં રખડતાં ડૉગ્સને ટ્રૅક કરશે.
આ ટેક્નૉલૉજી આઇડેન્ટિટી-પ્રોફાઇલ બનાવવા માટે ડૉગ્સના ફોટોગ્રાફ્સ લેશે ત્યાર બાદ રસીકરણ અને નસબંધી પછી ડૉગ્સ પર ખાસ સેન્સર ફિટ કરવામાં આવશે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV), ડ્રોન, મોબાઇલ ઍપ્લિકેશન અને મૅન્યુઅલી કૅપ્ચર કરેલા ફોટોગ્રાફ્સ સહિત અનેક સોર્સમાંથી ડેટા ભેગો કરવામાં આવશે. AI આ માહિતીનું વિશ્લેષણ કરીને ડૉગ મૂવમેન્ટ પૅટર્નનો નકશો બનાવશે. વધારે શ્વાનની વસ્તીવાળા વૉર્ડ આઇડેન્ટિફાઇ કરીને સંભવિત હુમલાના હૉટ સ્પૉટ્સને નક્કી કરશે.
ADVERTISEMENT
અધિકારીઓએ આ સિસ્ટમને ડૉગ્સ માટે બાયોમેટ્રિક અટેન્ડન્સ જેવી ગણાવી છે જેનો પાઇલટ પ્રોજેક્ટ ૨૦૨૬ના મે મહિના સુધીમાં શરૂ થાય એવી શક્યતા છે.


