Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્લેનના કરોડોના વીમા માટે આ બધું કરવામાં આવ્યું?

પ્લેનના કરોડોના વીમા માટે આ બધું કરવામાં આવ્યું?

Published : 19 February, 2026 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્લૅક બૉક્સ પ્લેનની પાછળની બાજુએ હતું એ છતાં એને નુકસાન કેમ થયું એવો પણ પ્રશ્ન કર્યો

રોહિત પવાર

રોહિત પવાર


અજિત પવારના ભત્રીજા રોહિત પવારે પાછી પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને અણિયાળા સવાલો કર્યા : સિવિલ એવિએશન મિનિસ્ટરને પદ પરથી હટાવવાની માગણી કરી

અજિત પવારના જીવલેણ પ્લેન-ક્રૅશનું રહસ્ય હજી સુધી ઉકેલાયું નથી. આ અકસ્માત થયો નથી પણ કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરીને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે વધુ એક પત્રકાર-પરિષદ યોજીને અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે દાવો કર્યો છે કે પ્લેનનું રજિસ્ટ્રેશન ગેરકાયદે હતું. આ ઉપરાંત ટેક્નિકલ પાસાં અને VSR કંપનીની ભૂમિકા પર પણ રોહિત પવારે પ્રશ્નો ઉઠાવ્યા છે.



વિમાન-દુર્ઘટનાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સિવિલ એવિએશન મિનિસ્ટર કે. રામમોહન નાયડુને તેમના પદ પરથી દૂર કરવાની માગણી પણ રોહિત પવારે કરી હતી. રોહિત પવારે આરોપ લગાવ્યો હતો કે કે. રામમોહન નાયડુ VSR કંપનીના માલિકો સાથે નજીકના સંબંધ ધરાવે છે અને VSRના માલિક વી. કે. સિંહના દીકરાનાં લગ્નમાં ઘણા નેતાઓએ હાજરી પણ આપી હતી એટલે કંપનીને બચાવવાનું કાવતરું થઈ રહ્યું હોવાથી જ હજી સુધી પ્રાથમિક અહેવાલ આવ્યો નથી.


જય પવારે પણ બ્લૅક બૉક્સના નાશ બાબતે શંકા દર્શાવી

અજિત પવારના પુત્ર જય પવારે VSR એવિએશન બંધ કરી દેવાની માગણી કરી છે. VSR કંપનીના લિયરજેટ પ્લેન-ક્રૅશમાં ગયા મહિને અજિત પવારનું અવસાન થયા બાદ ચાલી રહેલી અટકળોમાં જય પવારે પણ ઝંપલાયું હતું. એક ઇન્સ્ટાગ્રામ-સ્ટોરીમાં જય પવારે કહ્યું હતું કે ‘વિમાન-દુર્ઘટનામાં બ્લૅક બૉક્સનો સરળતાથી નાશ થઈ શકતો નથી. મહારાષ્ટ્રના લોકોને આ અકસ્માત વિશે


રોહિત પવારના સવાલ શું હતા?

આ પ્લેનનું રજિસ્ટ્રેશન ગેરકાયદે હતું અને શું એનો ઉપયોગ VIP લોકો માટે જાણી જોઈને કરવામાં આવ્યો હતો?
પ્લેનની કિંમત ૩૫ કરોડ રૂપિયા, અત્યારે વીમો પાકે તો પંચાવન કરોડ મળે અને લાયબિલિટી ઇન્શ્યૉરન્સ ૨૧૦ કરોડનો તો આ વીમો પાકે એટલે આ બધું કરવામાં આવ્યું?
બારામતી જ જવાનું હતું તો આટલા અંતર માટે ફ્યુઅલ ટૅન્ક ફુલ કેમ હતી?
૧૧૦૦ ડિગ્રી ગરમીમાં એક કલાક રહે તો પણ બ્લૅક બૉક્સને નુકસાન ન થાય તો શું આ પ્લેન ભડકે બળ્યું ત્યારે એના કરતાં વધુ ગરમી હશે?
બ્લૅક બૉક્સ પ્લેનની પાછળની સાઇડ હતું અને એ ભાગ તો સલામત હતો તો બ્લૅક બૉક્સને કેમ નુકસાન થયું?
નિયમ મુજબ કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR)માં બે કલાકનું વૉઇસ-રેકૉર્ડિંગ થઈ શકે છે. આ પ્લેનમાં ફક્ત ૩૦ મિનિટ જ કેમ રેકૉર્ડ કરી શકાય?
જવાબદાર મૅનેજરનું નામ DGCAની વેબસાઇટ પરથી કેમ દૂર કરવામાં આવ્યું?

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK