Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કુનોમાં ગામિની ચિત્તાએ બીજી વાર જન્મ આપ્યો ત્રણ બચ્ચાંને- ભારતમાં ચિત્તાઓની સંખ્યા વધીને થઈ ૩૮

કુનોમાં ગામિની ચિત્તાએ બીજી વાર જન્મ આપ્યો ત્રણ બચ્ચાંને- ભારતમાં ચિત્તાઓની સંખ્યા વધીને થઈ ૩૮

Published : 19 February, 2026 09:56 AM | IST | South Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગામિની બીજી વાર મા બની છે. આ ભારતીય ધરતી પર જન્મેલા ચિત્તાઓનો નવમો ફાલ છે.

ચિત્તો

ચિત્તો


સાઉથ આફ્રિકાથી ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા એ ઘટનાને ગઈ કાલે ૩ વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં માદા ચિત્તા ગામિનીએ ૩ સ્વસ્થ બચ્ચાંને જન્મ આપ્યો હતો. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનપ્રધાન ભૂપેન્દ્ર યાદવે સોશ્યલ મીડિયા પર આ ખુશખબર આપ્યા હતા.

ગામિની બીજી વાર મા બની છે. આ ભારતીય ધરતી પર જન્મેલા ચિત્તાઓનો નવમો ફાલ છે. આ નવાં બચ્ચાંઓના જન્મથી ભારતમાં જન્મેલાં જીવિત બચ્ચાંઓની સંખ્યા ૨૭ છે અને કુલ ચિત્તાઓની વસ્તી ૩૮ થઈ છે.  


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 09:56 AM IST | South Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK