Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં આકરી ગરમીનું મોજું યથાવ‍ત‍્

મહારાષ્ટ્રમાં આકરી ગરમીનું મોજું યથાવ‍ત‍્

Published : 16 April, 2026 07:44 AM | Modified : 16 April, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે અકોલા સતત ત્રીજા દિવસે સૌથી હૉટ: મુંબઈ, થાણે અને પાલઘર સહિત મોટા ભાગના જિલ્લાઓમાં આજે પણ યલો અલર્ટ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના અનેક ભાગો ભીષણ ગરમીની લપેટમાં છે. વિદર્ભના અકોલામાં બુધવારે મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન ખાતા અનુસાર અકોલા ગઈ કાલે પણ દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું.અકોલા ઉપરાંત રાજ્યનાં અન્ય ત્રણ શહેરો અમરાવતી (૪૪ ડિગ્રી), વર્ધા (૪૩.૯ ડિગ્રી) અને નાગપુર (૪૩.૪ ડિગ્રી) પણ દેશનાં સૌથી ગરમ ટોચનાં ચાર શહેરોમાં સામેલ રહ્યાં હતાં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પારો હજી ઊંચો જશે અને વિદર્ભના મોટા ભાગના જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહેશે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના સોલાપુરમાં ૪૩.૩ ડિગ્રી, માલેગાંવમાં ૪૩.૨ ડિગ્રી અને બીડમાં ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નાગપુર હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર અને એની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૩.૧ કિલોમીટર ઉપર સર્જાયેલા ઍન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ સહિતના જિલ્લાઓમાં ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.’



૧૯ એપ્રિલથી કમોસમી વરસાદ કમબૅક કરે એવી શક્યતા


હવામાન ખાતાની આગાહી મુજબ આ જ હવામાન પૅટર્ન ૧૮ એપ્રિલ સુધી સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલુ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ ૧૯ એપ્રિલે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ફરી આવવાની શક્યતા છે. પરિણામે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. ૧૮ તારીખે સાઉથ અને સેન્ટ્રલ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા છે. આમાં સોલાપુર, ધારાશિવ, સાંગલી, કોલ્હાપુર અને સિંધુદુર્ગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યાં તોફાની વરસાદની અપેક્ષા છે. ૧૯ તારીખે આ જિલ્લાઓમાં વરસાદ માટેની યલો અલર્ટ આપવામાં આવી છે. 

મુંબઈ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાન ૩૫ ડિગ્રીની આસપાસ હોવા છતાં ભેજને કારણે લોકો ઉકળાટથી પરેશાન છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને રત્નાગિરિ જેવા દરિયાકાંઠાના વિસ્તારો માટે ગરમ અને ભેજવાળા વાતાવરણનું યલો અલર્ટ જાહેર કર્યું છે.


વર્ધા જિલ્લામાં ગુરુવારે તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ
મરાઠવાડાના જિલ્લાઓમાં પણ આગામી ૪૮થી ૭૨ કલાકમાં તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. વર્ધા જિલ્લામાં ગરમીના પ્રકોપને જોતાં ગુરુવારે તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

 રાજ્યમાં તાપમાન ૫૦ ડિગ્રી પહોંચે ત્યાં સુધીની તૈયારી કરવાની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK