હાલમાં જ અક્ષયકુમાર અને ટ્વિન્કલે તેમના લગ્નજીવનનાં પચીસ વર્ષની ઉજવણી કરી હતી
રિક્ષાનો ખુડદો બોલી ગયો અને એક કાર પર બીજી કાર ચડી ગઈ.
અક્ષયકુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્ના ગઈ કાલે ઍરપોર્ટથી જુહુ તેમના ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે જુહુના સિલ્વર બીચ કૅફે પાસે તેમની કારનો ઍક્સિડન્ટ થયો હતો.
એક ઑટો-રિક્ષાને સ્પીડમાં પસાર થયેલી મર્સિડીઝે ટક્કર મારી હતી. એથી એ રિક્ષા અક્ષયકુમારના કાફલાની સિક્યૉરિટીની ગાડી સાથે જોશભેર ટકરાઈ હતી. એ સિક્યૉરિટીની ગાડી પાછળ અક્ષયની કાર હતી. એક કારની ઉપર બીજી કાર ઊંધી ચડી ગઈ હતી. જોકે સદ્નસીબે આ ઘટનામાં અક્ષયકુમાર, ટ્વિન્કલ, રિક્ષાડ્રાઇવર કે કોઈ પૅસેન્જરને ગંભીર ઈજા થઈ નહોતી. આવી પરિસ્થિતિમાં પણ અક્ષયકુમારે સમયસૂચકતા દાખવી તરત જ ગાડીમાંથી બહાર આવીને અન્યોની મદદથી રિક્ષા ઊંચી કરીને રિક્ષાડ્રાઇવર અને પૅસેન્જરને સુખરૂપ બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યાર બાદ અક્ષય અને ટ્વિન્કલ તેમના ઘરે નીકળી ગયાં હતાં.
ADVERTISEMENT
હાલમાં જ અક્ષયકુમાર અને ટ્વિન્કલે તેમના લગ્નજીવનનાં પચીસ વર્ષની ઉજવણી કરી હતી.


