Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટીનેજરની મસ્તીએ એક મહિલાનો જીવ લીધો, બીજી ગંભીર રીતે જખમી

ટીનેજરની મસ્તીએ એક મહિલાનો જીવ લીધો, બીજી ગંભીર રીતે જખમી

Published : 21 August, 2026 11:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાલાસોપારાના સેન્ટ્રલ પાર્કમાં બેકાબૂ કારે ચાલતી જતી બે હાઉસહેલ્પને ઉડાવી અને પછી ડ્રાઇવર ત્યાંથી રફુચક્કર થઈ ગયો

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થનારી પ્રગતિ મોરે (ડાબે) અને મૃત્યુ પામનારી શ્રેયા મિસાળ (જમણે).

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થનારી પ્રગતિ મોરે (ડાબે) અને મૃત્યુ પામનારી શ્રેયા મિસાળ (જમણે).


નાલાસોપારા-ઈસ્ટના દત્તનગરમાં આવેલા સેન્ટ્રલ પાર્કમાં કાર ચલાવી રહેલા એક ટીનેજરે કાર પરથી કાબૂ ગુમાવીને ત્યાં ચાલતી બે મહિલાઓને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સગીર આરોપી ઘટનાસ્થળેથી કાર સાથે ભાગી ગયો હતો. આ ઘટનામાં ૩૬ વર્ષની પ્રગતિ મોરે અને ૩૨ વર્ષની શ્રેયા મિસાળને ગંભીર ઈજાઓ થતાં તેમને નજીકના નગીનદાસ પાડાની રકિયા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 

શ્રેયા મિસાળને માથામાં, કમરમાં, પીઠમાં અને ઘૂંટણમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પ્રગતિ મોરે પણ ગંભીર ઘાયલ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી છે. 



પોલીસે આ મામલે કારના માલિક રાજેશ શાહ તથા કાર ચલાવી રહેલા ટીનેજર મહેશ નાઈક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ તુળીંજ પોલીસ-સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે કારમાં દારૂની બૉટલો પણ હતી. પોલીસે આ દિશામાં પણ તપાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK