Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Baba Siddique Murder Case: અનમોલ બિશ્નોઈ સહિત અન્ય બે વોન્ટેડ આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી

Baba Siddique Murder Case: અનમોલ બિશ્નોઈ સહિત અન્ય બે વોન્ટેડ આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી

Published : 30 January, 2025 09:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Baba Siddique Murder Case: ફરાર આરોપી શુભમ લોણકર અને મોહમ્મદ યાસીન અખ્તર સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.

બાબા સિદ્દીકીની ફાઇલ તસવીર

બાબા સિદ્દીકીની ફાઇલ તસવીર


થોડાક સમય પહેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દિકીની હત્યા (Baba Siddique Murder Case)થી ચકચાર મચી જવા પામી હતી. હવે આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. અનમોલ બિશ્નોઈની સાથોસાથ હવે અન્ય બે વોન્ટેડ આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.


મુંબઈની એક વિશેષ અદાલતે ગઇકાલે બાબા સિદ્દિકી હત્યા કેસ (Baba Siddique Murder Case)માં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અને અન્ય બે વોન્ટેડ આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા તેમ માહિતી મળી છે. 



મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસોના વિશેષ ન્યાયાધીશ બી ડી શેલ્કેએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે કોર્ટ માને છે કે "વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ ફરાર થઈ ગયો છે અથવા તે સમન્સનું પાલન કરશે નહીં”


ન્યાયાધીશે જણાવ્યું હતું કે તેની હાજરી સુરક્ષિત રાખવા માટે તેની સામે સ્ટેન્ડિંગ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવું જરૂરી છે. ફરાર આરોપી શુભમ લોણકર અને મોહમ્મદ યાસીન અખ્તર સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે. 

ન્યાયાધીશે નોંધ્યું હતું કે એપ્રિલ 2024માં અભિનેતા સલમાન ખાનના બાંદ્રા નિવાસની બહાર ફાયરિંગ સંબંધિત કેસમાં અદાલતે પહેલાથી જ યુનાઇટેડ સ્ટેટ્સમાં સક્ષમ અધિકારીને અનમોલ બિશ્નોઈને દેશનિકાલ કરવાની વિનંતી જારી કરી છે.


અજિત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દિકીની ગયા વર્ષે 12 ઓક્ટોબરે હત્યા (Baba Siddique Murder Case) કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં પોલીસે ધરપકડ કરાયેલા 26 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. અનમોલ બિશ્નોઈ, શુભમ લોણકર અને અખ્તરને આ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

બાબા સિદ્દિકીને 12 ઓક્ટોબર, 2024ની રાત્રે મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં તેમના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સામે કડક MCOCA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

પૂર્વ ધારાસભ્ય ઝીશાને પોતાના પિતાની હત્યાના સંબંધમાં પોતાનું નિવેદન આપી દીધું છે. પોલીસ સમક્ષ નોંધાયેલા નિવેદનમાં તેણે કેટલાક બિલ્ડરો અને રાજકીય નેતાઓના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણ અરજીઓ સાંભળ્યા બાદ કોર્ટે તેમને મંજૂરી આપતાં કહ્યું કે આરોપીઓ ગુનામાં સક્રિય રીતે સામેલ હતા અને ફરિયાદી એજન્સી દ્વારા ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેઓ મળ્યા નથી.

ફરિયાદ પક્ષે લોણકર વિશે જણાવ્યું હતું કે, તે આ ઘટના (Baba Siddique Murder Case) પહેલા ઝારખંડમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરતો હતો. શુભમ અને ધરપકડ કરાયેલા આરોપી પ્રવિણ લોણકરની સૂચના મુજબ ધરપકડ કરાયેલા આરોપી રૂપેશ મોહોલને હથિયાર સોંપવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK