Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Airportનું ટર્મિનલ ૧ ત્રણ વર્ષ માટે કરાશે બંધ, જાણો આ પાછળનું કારણ અને વિગતો

Mumbai Airportનું ટર્મિનલ ૧ ત્રણ વર્ષ માટે કરાશે બંધ, જાણો આ પાછળનું કારણ અને વિગતો

Published : 30 January, 2025 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Airport: પ્રોજેક્ટના બીજા તબક્કામાં હાલના ટર્મિનલના આધુનિકીકરણના કામોને પૂર્ણ કરવાની સાથોસાથ એક નવું ટર્મિનલ બનાવવાનો સમાવેશ પણ થાય છે.

મુંબઈ એરપોર્ટની ફાઇલ તસવીર

મુંબઈ એરપોર્ટની ફાઇલ તસવીર


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ (Mumbai Airport)ના ટર્મિનલ ૧ને ટર્ન વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનું રિનોવેશન કરવાનું હોઈ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. 


શા માટે રીનોવેશનની જરૂર ઊભી થઈ?



વધુને વધુ મુસાફરોને આવરી શકાય તે હેતુ સાથે આ એરપોર્ટના ટર્મિનલ 1નો પુનઃવિકાસ કરવામાં આવશે. આ કામમાં ત્રણ વર્ષનો સમય લાગવાનો હોવાથી તેટલા સમયગાળા માટે તે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તે સમયગાળા દરમિયાન મુસાફરોને ટર્મિનલ 2 અને નવા બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. 


તમને જણાવી દઈએ કે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)ના વર્તમાન ટર્મિનલ 1માં 1A, 1B અને 1C નામના ત્રણ ડીપાર્ટમેન્ટ આવેલા છે. આ બધા ડીપાર્ટમેન્ટ જુદા જુદા વર્ષે નિર્માણ કરવામાં આવ્યા છે. ટર્મિનલ 1A 1992માં તો ટર્મિનલ 1C 2010માં તૈયાર કરવામાં આવ્યું હતું. તેની પહેલા બાંધવામાં આવેલા ટર્મિનલ ૧bમાં ઓગસ્ટ ૨૦૧૭ના વર્ષમાં તપાસ કરવામાં આવી ત્યારે ઘણી મિસ્ટેક દેખાઈ આવી હતી. 

નવા ટર્મિનલને કારણે ક્ષમતામાં 42 ટકાનો વધારો થશે 


આ જ વર્ષે આ (Mumbai Airport) નૂતનીકરણનું કામ શરૂ થવાનું છે. નવીનીકરણ બાદ તેની ક્ષમતામાં 42 ટકાનો વધારો થશે. અધિકારીઓ એવું અનુમાન લગાવી રહ્યા છે કે એરપોર્ટની આ ક્ષમતા 2029 સુધીમાં થઈ જશે. એટલે કે આજથી આઠ વર્ષ બાદ. પ્રોજેક્ટના બીજા તબક્કામાં હાલના ટર્મિનલના આધુનિકીકરણના કામોને પૂર્ણ કરવાની  સાથોસાથ એક નવું ટર્મિનલ બનાવવાનો સમાવેશ પણ થાય છે.

એરપોર્ટ (Mumbai Airport)નો ઉપયોગ કરતા સ્થાનિક મુસાફરોની સંખ્યામાં જે સતત વધારો થઈ રહ્યો છે એના જ પરિણામે ટર્મિનલ 1નું બાંધકામ વિસ્તારવાનું હાથ ધરાયું છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ 1 અસ્થાયી રૂપે ત્રણ વર્ષ માટે એટલે કે 2026 સુધી બંધ રાખવામાં આવનાર છે. જોકે, આ નિર્ણયને કારણે હવે એર ઈન્ડિયા તેમ જ ઇંડિગો જેવી પ્રમુખ હવાઈ કંપનીઓ પર અસર પડશે એવું જણાઈ રહ્યું છે.  

ભૂગર્ભ ટનલ બનાવવાની પણ યોજના છે?

જોકે, હજી સુધી નવા ટર્મિનલ 1ની ડિઝાઇન કેવી હશે અને તેનો ખર્ચ તેમ જ અંતિમ ક્ષમતા કેટલી હશે આ મુદ્દાઓ પર કોઈ જ વાત કે માહિતી આપવામાં આવી નથી. અદાણી ગ્રૂપ પેસેન્જર ટ્રાફિકને સુધારવા માટે ટર્મિનલ 2 અને નવા ટર્મિનલ 1ને જોડતી ભૂગર્ભ ટનલ બનાવવાની પણ યોજના ધરાવે છે.

હાલમાં, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Airport) પર દર વર્ષે 5.1 કરોડ મુસાફરો આવે છે. આ સાથે જ ટર્મિનલની વાત કરવામાં આવે તો ત્યાં 2 2.4 કરોડ મુસાફરો આવતાં હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2025 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK